
બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય આરોપી સાથે તેના સંબંધ સૈફ અલી ખાનને ફરી મળી જાનથી મારી નાખવાની ધમકી મુંબઈ પોલીસ ધમકીની તપાસમાં લાગી, આરોપી ખરેખર ઝીશાન અખ્તર છે કે કોઈ અન્ય તેની ઓળખ વાપરે છે તે તપાસાશે
સૈફ અલી ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય આરોપી સાથે તેના સંબંધો. હિન્દી સિનેમાના સ્ટાર્સ સામે ધમકીઓનો સિલસિલો સતત ચાલુ છે. અવારનવાર, સેલિબ્રિટીઝ સામે જાનથી મારી નાખવાની ધમકીઓનો કિસ્સો સામે આવે છે. હવે, આ યાદીમાં નવાબ અને સુપરસ્ટાર સૈફ અલી ખાનનું નામ પણ જાેડાયું છે.હિન્દી સિનેમાના સ્ટાર્સ સામે ધમકીઓનો સિલસિલો સતત ચાલુ છે. અવારનવાર, સેલિબ્રિટીઝ સામે જાનથી મારી નાખવાની ધમકીઓનો કિસ્સો સામે આવે છે. હવે, આ યાદીમાં નવાબ અને સુપરસ્ટાર સૈફ અલી ખાનનું નામ પણ જાેડાયું છે.સૈફને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, જેનાથી ફિલ્મ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાને ધમકી આપનાર વ્યક્તિ બાબા સિદ્દીકી હત્યા કેસનો મુખ્ય આરોપી છે. સૈફ અલી ખાનને મળી જાનથી મારી નાખવાની ધમકીએક સત્તાવાર ટ્વિટ શેર કરી, જેમાં કહેવામાં આવ્યું છે કે, “બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને બાબા સિદ્દીકી હત્યા કેસના વોન્ટેડ આરોપી ઝીશાન અખ્તર તરફથી ધમકી મળી છે. મુંબઈ પોલીસ આ ધમકીની તપાસ કરી રહી છે અને એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે શું તે ખરેખર અખ્તર તરફથી આવી હતી કે કોઈ અન્ય તેના નામનો ઉપયોગ કરી રહ્યું છે.”એક અધિકારીએ જણાવ્યું હતું કે અભિનેતા તુષાર કપૂર અને આયુષ્માન ખુરાનાને પણ ભૂતકાળમાં ધમકીઓ મળી છે. તે કેસમાં, પોલીસે બેંગલુરુના ૩૦ વર્ષીય IIT ગ્રેજ્યુએટ વૈભવ મિશ્રાની ધરપકડ કરી હતી, જેણે ધમકીઓ આપવા માટે કૃત્રિમ બુદ્ધિ (AI) નો ઉપયોગ કર્યાે હોવાનો આરોપ છે. અધિકારીએ જણાવ્યું હતું કે મિશ્રાનો કોઈ ગેંગ સાથે કોઈ સંબંધ નથી. સૈફ અલી ખાન સામેની ધમકીએ ફરી એકવાર મુંબઈ પોલીસ માટે ચિંતા વધારી દીધી છે, કારણ કે અભિનેતા ટાઇગર શ્રોફ પર અગાઉ થયેલા જીવલેણ હુમલાએ ફિલ્મ ઉદ્યોગ અને વહીવટીતંત્રને હચમચાવી નાખ્યું હતું. આ પહેલી વાર નથી જ્યારે સૈફ અલી ખાનનું નામ આવી જ ઘટના માટે ચર્ચામાં આવ્યું હોય. અગાઉ, સૈફ પર મોડી રાત્રે એક અજાણ્યા વ્યક્તિએ તેના ઘરે છરીથી હુમલો કર્યાે હતો, પરંતુ અભિનેતા મોતથી બચી ગયો હતો.




