
બિગ બોસના ઘરમાં ટાસ્ક દરમિયાન બબાલ બિગ બોસ ૨૦માં લવ ગિલે માહી વિજના હાથ પર બચકું ભર્યું ‘બિગ બોસ’ ઘરનો સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે કોઈ પણ સ્પર્ધક ટાસ્કના જાેશમાં કોઈને શારીરિક નુકસાન પહોંચાડી શકે નહીં બિગ બોસ ૨૦માં મોટો વિવાદ,લવ ગિલે માહી વિજના હાથ પર બચકું ભર્યું. બિગ બોસ ૨૦માં કેપ્ટનશીપ ટાસ્ક દરમિયાન એક મોટો વિવાદ સામે આવ્યો હતો. જાણકારી મુજબ આ ઝઘડામાં લવ ગિલે માહી વિજના હાથ પર બચકું ભર્યું હતુ. રિયાલિટી શો બિગ બોસ ૨૦ના ઘરમાં દરરોજ નવા નવા ડ્રામા જાેવા મળી રહ્યા છે.બિગ બોસ ૨૦માં કેપ્ટનશીપ ટાસ્ક દરમિયાન એક મોટો વિવાદ સામે આવ્યો હતો. જાણકારી મુજબ આ ઝઘડામાં લવ ગિલે માહી વિજના હાથ પર બચકું ભર્યું હતુ.રિયાલિટી શો બિગ બોસ ૨૦ના ઘરમાં દરરોજ નવા નવા ડ્રામા જાેવા મળી રહ્યા છે. આમ તો શોના ટાસ્ક દરમિયાન સ્પર્ધકો વચ્ચે નાનો -મોટો ઝઘડો જાેવા મળતો રહે છે. પરંતુ આ વખતે કેપ્ટનશીપ ટાસ્કની જંગ ખુબ રસપ્રદ રહી હતી. સુત્રો પાસેથી મળનારી જાણકારી મુજબ કેપ્ટનશીપ ટાસ્ક દરમિયાન સ્પર્ધક લવ ગિલ અને અભિનેત્રી માહી વિજ વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન લવ ગિલે માહીના હાથ પર બચકું ભર્યું હતુ.જાણકારી અનુસાર ઘરમાં એક કેપ્ટન બનવાની રેસમાં સ્પર્ધકો પોતાની પુરી તાકાત લગાડી રહ્યા છે. આ ટાસ્ક દરમિયાન લવ ગિલ અને માહી વિજ વચ્ચે બોલાચાલી થાય છે. આ બોલાચાલી એટલી બધી વધી જાય છે કે, મામલો ઉગ્ર રુપ ધારણ કરે છે. ગુસ્સામાં લવ ગિલે માહી વિજના હાથ પર બચકું ભર્યું હતુ.પરંતુ આ બંને વચ્ચે ઝઘડાનું સાચું કારણ શું હતુ. વિવાદ કઈ વાતનો થયો હતો. તેની સંપૂર્ણ જાણકારી હજુ સુધી સામે આવી નથી. આ સિવાય એ પણ સ્પષ્ટ થયું નથી કે, આ ઘટના પછી માહી વિજના હાથમાં કોઈ ગંભીર ઈજા થઈ છે કે,નહી.‘બિગ બોસ’ ઘરનો સૌથી મહત્વપૂર્ણ નિયમ એ છે કે કોઈ પણ સ્પર્ધક ટાસ્કના જાેશમાં કોઈને શારીરિક નુકસાન પહોંચાડી શકે નહીં. પરિણામે, લવ ગિલના કથિત કૃત્યોએ ઘરની અંદર અને બહાર ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. હાલમાં, કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કે બિગ બોસ કે નિર્માતાઓએ આ કૃત્ય બાદ લવ ગિલ સામે કોઈ શિસ્તભંગના પગલાં લીધા છે કે નહીં.ચાહકો હવે આગામી એપિસોડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે, જ્યાં તે સ્પષ્ટ થશે કે ટાસ્ક દરમિયાન ખરેખર શું થયું હતું અને શું હોસ્ટ સલમાન ખાન ‘બિગ બોસ’ કે વીકેન્ડ કા વારમાં લવ ગિલ પર કોઈ કડક સજા સંભળાવશે. તે જાેવું રસપ્રદ રહેશે.




