
માર્વેલના ચાહકો ફિલ્મ માટે મોંઘી ટિકિટ ખરીદશે એવેન્જર્સ ડૂમ્સડેની એક ટિકિટનો ભારતમાં ભાવ ૪,૩૦૦ રૂપિયા પહોંચ્યો નાવી મુંબઈના 4DX શો માટે ટિકિટના ઊંચા ભાવે નવો રેકોર્ડ બનાવ્યો, એડવાન્સ બુકિંગ શરૂ થયું ક્રિસમસ નજીક આવે એટલે માર્વેલની ફિલ્મની રાહ જાેવાતી હોય છે. ત્યારે આ વર્ષે રિલીઝ થનારી ‘એવેન્જર્સ: ડૂમ્સડે’એ રિલીઝ પહેલાં જ નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં ફિલ્મની રિલીઝના એક મહિના કરતાં વધુ સમય પહેલાં મધરાતના શોનું એડવાન્સ બુકિંગ શરૂ થયું છે. નાવી મુંબઈના સિનેપોલિસ સીવુડ્સ મલ્ટિપ્લેક્સમાં ૧૭ ડિસેમ્બરની રાત્રે ૧૨:૦૧ વાગ્યાના ૪ડ્ઢઠ શો માટે એક ટિકિટનો ભાવ ૪,૩૦૦ રાખવામાં આવ્યો છે. ભારતમાં એક ફિલ્મની ટિકિટનો ભાવ પ્રથમવાર ૪,૦૦૦ને પાર પહોંચ્યો હોવાનું કહેવાય છે.અગાઉ ‘રામાયણ’ માટે મુંબઈના પીવીઆર લોઅર પરેલમાં ટિકિટનો ભાવ ૩,૧૭૦ નોંધાયો હતો. સામાન્ય રીતે આટલા ઊંચા દર આઈમેક્સ સ્ક્રીનિંગમાં જાેવા મળે છે, પરંતુ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ના 4DX શોએ આ રેકોર્ડ પણ વટાવ્યો છે. મહત્વની વાત એ છે કે આટલી મોંઘી ટિકિટ હોવા છતાં બૂકિંગ ઝડપથી થઈ રહ્યું છે.ફિલ્મ ૧૭ ડિસેમ્બરે રિલીઝ થવાની છે, પરંતુ ૧૬ નવેમ્બરની રાતથી જ એડવાન્સ બૂકિંગ શરૂ કરી દેવાયું હતું. સામાન્ય રીતે મધરાતના શોનું બૂકિંગ રિલીઝની નજીક શરૂ થાય છે. ‘ઓપનહાઇમર’ માટે પણ આવા શોનું બૂકિંગ રિલીઝના માત્ર ૨-૩ દિવસ પહેલાં શરૂ થયું હતું. તેની સરખામણીએ ‘એવેન્જર્સ: ડૂમ્સડે’ માટે એક મહિના કરતાં વધુ સમય અગાઉ જ મધરાતના શો જાહેર કરાયા છે.મુંબઈમાં પાવીઆર લોઅર પરેલ અને મિરાજ વડાલામાં રાત્રે ૧૨:૦૫ અને ૩:૦૫ વાગ્યાના શો રાખવામાં આવ્યા છે. થાણેના સિનેપોલિસ વિવિયાના મોલમાં ૧૨:૦૧ વાગ્યાનો શો યોજાશે. દિલ્હી-NCR માં પણ ગુરુગ્રામના સિનેપોલિસ મલ્ટિપ્લેક્સમાં મધરાતના શોનું બૂકિંગ શરૂ થયું છે.ગુજરાતમાં અમદાવાદના સિનેપોલિસ નેક્સસમાં ૧૬ ડિસેમ્બરે સવારે ૧૧:૫૯ વાગ્યાના શો માટે બૂકિંગ ખુલ્યું છે, જ્યારે સિનેપોલિસ વસ્ત્રાલમાં ૧૨:૧૦ વાગ્યાનો નિયમિત 2D શો રાખવામાં આવ્યો છે. સુરતના પીવીઆર રાહુલ રાજમાં રાત્રે ૨:૧૫ વાગ્યાનો હિન્દી ઇન્ફિનિટી વિઝન 3D શો પણ જાહેર થયો છે. વડોદરા અને કોલકાતામાં પણ વહેલી સવારના શોનું આયોજન કરાયું છે.ફિલ્મને ભારતમાં આઈમેક્સમાં રિલીઝ નહીં મળે, કારણ કે તેના જ સપ્તાહે ૧૮ ડિસેમ્બરે આવનારી ‘ડ્યુન: પાર્ટ થ્રી’એ મોટા બજારોમાં આઈમેક્સ સ્ક્રીનિંગ માટે સ્થાન મેળવ્યું છે. આ દરમિયાન ‘જુમાનજી: ઓપન વર્લ્ડ’ અને શાહરુખ ખાનની ‘કિંગ’ પણ ડિસેમ્બરના બીજા ભાગમાં રિલીઝ થવાની છે. આમ, વર્ષના અંતે બોક્સ ઓફિસ પર મોટી ટક્કર જાેવા મળશે.




