
બોક્સ ઓફિસ પર રામાયણનો ઐતિહાસિક ધમાકો રણબીર કપૂરની રામાયણે વિશ્વભરમાં ૧૫૦૦ કરોડનો આંકડો પાર કર્યાે ભારતમાં ૧૪ દિવસમાં ૧૦૦૦ કરોડથી વધુ ગ્રોસ કમાણી, ધુરંધરનો રેકોર્ડ તોડ્યો હવે ૨૦૦૦ કરોડનું લક્ષ્ય ‘રામાયણ’એ પોતાની રિલીઝના માત્ર બે અઠવાડિયામાં જ બોક્સ ઓફિસ પર બે મોટા મુકામ હાંસલ કરી લીધા છે. રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મે ભારતમાં ૧,૦૦૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે, જ્યારે દુનિયાભરમાં તેનું કલેક્શન ૧૫૦૦ કરોડને પાર પહોંચી ગયું છે.નીતિશ તિવારીના ર્નિદેશનમાં બનેલી આ ફિલ્મ રિલીઝ થયા બાદથી જ અલગ-અલગ ભાષાઓમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. જાેકે, બીજા વીકેન્ડની શાનદાર સફળતા બાદ હવે અઠવાડિયાના બાકીના દિવસોમાં તેની કમાણીની રફ્તાર થોડી ધીમી પડવા લાગી છે.સેકનિલ્કના આંકડા પ્રમાણે ૧૪મા દિવસે ‘રામાયણ’એ ૨૨,૨૮૯ શોમાંથી ૨૩.૨૦ કરોડની નેટ કમાણી કરી છે. હિન્દીમાં ૧૬.૫૦ કરોડ, મલયાલમમાં ૨.૧૫ કરોડ, કન્નડમાં ૧.૬૫ કરોડ, તમિલમાં ૧.૬૦ કરોડ અને તેલુગુમાં ૧.૩૦ કરોડની કમાણી થઈ છે. આ સાથે જ ભારતમાં અત્યાર સુધીનું કુલ ગ્રોસ કલેક્શન ૧,૦૦૯.૦૫ કરોડ અને કુલ નેટ કલેક્શન ૮૪૪.૪૦ કરોડ થઈ ગયું છે.વિદેશમાં ફિલ્મે ૧૪મા દિવસે ૮.૦૦ કરોડની કમાણી કરી, જેનાથી ત્યાંનું કુલ ગ્રોસ કલેક્શન ૫૧૦.૦૦ કરોડ સુધી પહોંચી ગયું છે. આ રીતે ફિલ્મનું દુનિયાભરમાં કુલ ગ્રોસ કલેક્શન ૧,૫૧૯.૦૫ કરોડ થઈ ગયું છે.૧૪મા દિવસની કમાણી સાથે ‘રામાયણ’એ આખરે રણવીર સિંહની ૨૦૨૫ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ને પાછળ છોડી દીધી છે, જેણે ૮૪૦.૨૦ કરોડ (નેટ)ની કમાણી કરી હતી. જાેકે, તે હજુ પણ ‘પુષ્પા ૨’ અને ‘ધુરંધર ૨’ થી પાછળ છે.‘રામાયણ’એ આ સિદ્ધિ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થયાના ૧૪ દિવસની અંદર જ હાંસલ કરી લીધી છે. હિન્દી, કન્નડ, તમિલ અને તેલુગુ વર્ઝનમાં ફિલ્મના શાનદાર પ્રદર્શને તેના ઘરેલુ કલેક્શનને મજબૂત બનાવ્યું છે, જ્યારે વિદેશી બજારોમાંથી થયેલી કમાણીએ તેના વર્લ્ડવાઈડ કુલ કલેક્શનમાં વધુ વધારો કર્યાે છે.આ અગાઉ આ ફિલ્મ દુનિયાભરમાં સૌથી વધુ કમાણી કરનારી ટોપ ફાઈવ ભારતીય ફિલ્મોમાં સામેલ થઈ ગઈ હતી, જેણે ‘ધુરંધર’ને પાછળ છોડ્યું હતું. હવે તે ઓલ-ટાઈમ બોક્સ ઓફિસ રેન્કિંગમાં વધુ ઉપર ચઢવાનું લક્ષ્ય રાખી રહી છે. એટલે કે ૨,૦૦૦ કરોડને પાર.




