Gujarat News: કચ્છના અંજારમાં મોહમ્મદ રફીક કૂંભાર નામના એક શખ્સની હેવાનિયત સામે આવી છે. મોહમ્મદ રફીક કૂંભારે પોતાનું કામ મફતમાં ન કરી આપનાર લોકોને મારી નાખી નાખવા માટે તેમના ઘરો સળગાવી નાખ્યાં હતા જેમાં 12થી વધુ ઝૂંપડાઓ અને એક બીલાડી તથા તેના 7 બચ્ચાં સળગીને ખાખ થઈ ગયાં હતા તેમાં રહેનાર 40 લોકો બચી ગયાં હતા કારણ કે સમય રહેતા તેઓ ઝૂંપડાની બહાર નીકળી ગયા હતા.
રહેવાશીએ વર્ણવી આખી ઘટના
કોઇ એક સ્થાનિકના જણાવ્યા મુજબ, એવો આરોપ લાગ્યો છે કે મોહમ્મદ રફીક શનિવારે રાત્રે સાઈટ પર આવ્યો હતો અને મજૂરોને મફતમાં કામ કરવાનું દબાણ કર્યું હતું પરંતુ મજૂરોએ મફતમાં કામ કરવાની ના પાડી દેતાં તેનો પિત્તો છટક્યો હતો અને ડીઝલ જેવું કોઈ પ્રવાહી લાવીને 12 ઝૂંપડાઓ પર છાંટી દીધું હતું અને થોડી વારમાં ભયાનક આગ ફાટી નીકળી હતી.
આવું હિચકારુ કામ કરીને તે ભાગી ગયો હતો આ બાજુ માણસોમાં હોહા મચી હતી અને બધા આગ બાળી મારે તે પહેલા નીકળી હતા પરંતુ આગમાં તેમના ઝૂંપડા અને ઘણો સામાન સળગીને ખાખ થઈ ગયો હતો. એક બીલાડી અને તેના સાત બચ્ચા પણ સળગી મર્યાં હતા.
ઝૂંપડા ઉપરના પાવર ટ્રાન્સમિશન લાઈનને અડતી હતી જ્વાળા
આગ એટલી વિકરાળ હતી કે તે પાવર ટ્રાન્સમિશન લાઇનોને સ્પર્શી રહી હતી અનેક વિસ્ફોટો થયા હતા જોકે બાદમાં ફાયર બ્રિગેડ દ્વારા તેને બુઝાવી દેવામાં આવી હતી. પોલીસે હવે આરોપી કૂંભારની ધરપકડ કરી છે.