Pakistan Bomb Blast: ઈદ પહેલા, પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં બે અલગ-અલગ બોમ્બ વિસ્ફોટોમાં એક પોલીસકર્મી સહિત ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે. આ અકસ્માતમાં 20 અન્ય ઘાયલ થયા છે. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી.
મસ્જિદમાં વિસ્ફોટ થયો ત્યારે લોકો મગરીબની નમાજ અદા કરી રહ્યા હતા
પ્રથમ ઘટનામાં સોમવારે પ્રાંતના ક્વેટા જિલ્લાના કુચલક વિસ્તારમાં એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને અન્ય 15 લોકો ઘાયલ થયા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “મસ્જિદમાં વિસ્ફોટ થયો ત્યારે લોકો મગરીબની નમાજ અદા કરી રહ્યા હતા.”
સોમવારે એક બજારમાં બોમ્બ વિસ્ફોટ
અન્ય એક ઘટનામાં, સોમવારે ખુઝદાર શહેરના ઓમર ફારૂક ચોક નજીકના બજારમાં બોમ્બ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. દરમિયાન, એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે ઈદની ખરીદી માટે બજારમાં મહિલાઓ અને બાળકો સહિતની ભીડ હતી.