Russia : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકા સાથેની 36 વર્ષ જૂની સંધિ તોડવાની જાહેરાત કરી છે. આ મિડિયમ રેન્જ મિસાઈલોનું ઉત્પાદન રોકવા માટેનો આ કરાર રશિયા અને અમેરિકા વચ્ચે 1988માં થયો હતો. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં પુતિને કહ્યું કે હવે અમે અમારા હુમલાને નવી તાકાત આપવા માટે આ મિસાઈલોનું ફરીથી નિર્માણ કરીશું.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકા સાથેની સંધિના અંતની જાહેરાત કરતી વખતે પરમાણુ હથિયારો સાથે 5,500 કિલોમીટરની રેન્જવાળી મિસાઈલોનું નિર્માણ ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
1998માં કરાર થયો હતો
આ મિડિયમ રેન્જ મિસાઈલોનું ઉત્પાદન રોકવા માટેનો આ કરાર રશિયા અને અમેરિકા વચ્ચે 1988માં થયો હતો. તે સમયે સોવિયત સંઘના પ્રમુખ મિખાઇલ ગોર્બાચેવે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન સાથે આ સંબંધમાં સમજૂતી કરી હતી. 2019 માં, અમેરિકાએ રશિયા પર તેનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા કરારથી અલગ થઈ ગયું હતું, પરંતુ રશિયા વતી, પુતિને શુક્રવારે કરાર સમાપ્ત કરવાની ઔપચારિક જાહેરાત કરી છે.
રશિયાની સુરક્ષા માટે જરૂરીઃ પુતિન
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકમાં પુતિને કહ્યું કે હવે અમે અમારા હુમલાને નવી તાકાત આપવા માટે આ મિસાઈલોનું ફરીથી નિર્માણ કરીશું. રશિયાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કરવું જરૂરી છે.
તેમણે કહ્યું કે, અમેરિકાના કરારમાંથી ખસી ગયા બાદ પણ રશિયાએ 2019 પછી આ મિડિયમ રેન્જ મિસાઈલોનું પ્રોડક્શન શરૂ નથી કર્યું, પરંતુ અમેરિકાએ માત્ર આ મિસાઈલોનું નિર્માણ જ નથી કર્યું પરંતુ હવે તે યુરોપમાં પણ મોકલી રહ્યું છે. તેથી હવે આપણે આપણી સુરક્ષા માટે આ મિસાઈલોનું નિર્માણ કરવું પડશે.