
ચોક્કસ માપમાં વેચાશે સિંગતેલ-કપાસિયા તેલ તેલ કંપનીઓ ગ્રાહકો સાથે નહિ કરી શકે ચીટિંગ ગ્રાહકોના હિતમાં કેન્દ્ર સરકારે ખાદ્યતેલના વેચાણ માટે ચોકક્સ માપ તૈયાર કર્યા છે, હવે એ જ મુજબ ખાદ્યતેલ વેચાશે ગુજરાત ખાદ્યતેલનું મોટું હબ છે. સિંગતેલ અને કપાસિયા તેલના વેચાણ માટે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, ગાંધીધામ, કંડલા, મોરબી અને અમદાવાદ જેવા જિલ્લા પ્રખ્યાત છે. આવામાં ખાદ્યતેલના વેચાણ મામલે નાગરિકો સાથે થતી છેતરપીંડી દૂર કરવા માટે એક મોટો ર્નિણય લેવાયો છે. હવેથી ખાદ્યતેલના ૮૫૦ મિલી, ૯૧૦ મિલી કે ૮૭૦ મિલીના જે પેકેટ મળતા હતા, તે બંધ કરાશે. કારણ કે, કેન્દ્ર સરકારે ખાદ્યતેલના પેકેટ માટે ચોક્કસ માપદંડ બનાવ્યા છે. ખાદ્યતેલ વેચવા માટે ૯ માપદંડ તૈયાર કરાયા છે.
એઓપીમાં પ્રમુક ખાદ્યતેલ માટે ૯ માપદંડના પેક આકાર તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં
૨૦૦ મીલિમીટર/ગ્રામ
૫૦૦ મિલીમીટર/ગ્રામ
૧ લીટર/કિલોગ્રામ
૨ લીટર/કિલોગ્રામ
૩ લીટર/કિલોગ્રામ
૪ લીટર/કિલોગ્રામ
૫ લીટર/કિલોગ્રામ
૧૫ લીટર/કિલોગ્રામ
૨૦ લીટર/કિલોગ્રામ
આ નિયમ પામોલીન તેલ, સોયાબીન, સૂરજમુખી, સરસવ, મગફળી, તલ, રાઈસ બ્રાન, કપાસ બીજ અને મકાઈના તેલ જેવા મિશ્રિત તેલ પર લાગુ કરવામાં આવ્યો છે. આ ર્નિણય દેશના લગભગ તમામ ૯૦ ટકા ખાદ્યતેલોના વેચાણ માટે લેવાયો છે. આ માટે ખાદ્યતેલ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરનારા પ્રમુખ ઉદ્યોગ સંગઠનના સાથે ચર્ચા વિચારણા બાદ ર્નિણય લેવાયો છે.
ભારતે સરકારે આ મામલે મોટું પગલું ભર્યું છે. જેમાં ખાદ્યતેલના પેકને ગેરકાયદેસર રીતે આકાર આપવાની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. ગ્રાહકોને સ્પષ્ટ, પારદર્સી અને યોગ્ય વસ્તુ મળે તે તેમનો અધિકાર છે.
ગુજરાતમાં સિંગતેલ અને કપાસિયા તેલનુ માર્કેટ મોટુ છે. આ ઉપરાત દેશના કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાતનો મોટો ફાળો છે. આ સાથે જ કંડલા અને મુન્દ્રા બંદરો મારફતે વિદેશથી આવતું આવતું પામ ઓઈલ, સોયા ઓઈલ અને સનફૂલાવર ઓઈલ પણ ગુજરાતની રિફાઈનરીઓમાં પ્રોસેસ થઈને સમગ્ર દેશમાં પહોંચે છે. જેના કારણે ગુજરાતને તેલના ઉદ્યોગનું એપી સેન્ટર ગણાય છે. તો શહેરનો વાત કરીએ તો, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, ગાંધીધામ, કંડલા, મોરબી અને અમદાવાદ જિલ્લાઓમાં આ ઉદ્યોગનું મજબૂત નેટવર્ક છે. તેથી ગુજરાત માટે આ ર્નિણય મહતવનો સાબિત થઈ શકશે.



