Surat News : ગુજરાતના સુરતમાં સતત વરસાદ વચ્ચે 6 માળનું મકાન ધરાશાયી થતાં મોટો અકસ્માત સર્જાયો છે. સુરતના સચિન પાલી વિસ્તારમાં 6 માળની ઈમારત ધરાશાયી થઈ છે. તે એક જર્જરિત ઇમારત હતી. બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે 7 લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બિલ્ડીંગ સ્લમ બોર્ડની હોવાનું કહેવાય છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પારીક કહે છે, ‘આખી રાત સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું હતું. સાત મૃતદેહ મળી આવ્યા છે.
લોકો બિલ્ડિંગમાં રહેતા હતા
આ પહેલા અધિકારીઓએ કહ્યું હતું કે ઈમારત ધરાશાયી થતા કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. અચાનક ધરાશાયી થયેલી બિલ્ડીંગમાં કેટલાક લોકો ભાડુઆત તરીકે રહેતા હતા. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઈમારત 6 વર્ષમાં જ જર્જરિત થઈ ગઈ
જણાવવામાં આવી રહ્યું છે કે આ ઈમારત 2017-18માં બની હતી અને 6 વર્ષમાં જ જર્જરિત થઈ ગઈ હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને પણ મકાનના માલિકને મકાન ખાલી કરવાનો આદેશ કર્યો હતો. મકાનમાં રહેતા મોટાભાગના પરિવારોએ પણ મકાન ખાલી કરી દીધું હતું. ત્યાં માત્ર 5 થી 6 પરિવારો રહેતા હોવાની માહિતી મળી છે. બિલ્ડિંગના માલિક વિદેશમાં રહે છે તેવી પણ માહિતી મળી છે. વહીવટીતંત્ર જેસીબી મશીન અને કટર મશીન વડે કાટમાળ હટાવી રહ્યું છે. તેમાં ઘણો સમય પણ લાગી શકે છે. આ પછી જ ખબર પડશે કે અંદર કેટલા લોકો દટાયેલા છે.