સલીમાની પુત્રી કૈનાતે પાકિસ્તાન માટે 40 આંતરરાષ્ટ્રીય મેચ રમી જેમાં 19 ODI અને 21 T20નો સમાવેશ થાય છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ રવિવારે કહ્યું કે સલીમા ઈમ્તિયાઝ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ઈન્ટરનેશનલ પેનલ ઓફ ડેવલપમેન્ટ અમ્પાયર્સમાં સ્થાન મેળવનારી પહેલી પાકિસ્તાની મહિલા બની ગઈ છે. પેનલમાં સલીમાના નામાંકનનો અર્થ એ છે કે તે હવે મહિલાઓની દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય મેચો અને ICC મહિલા સ્પર્ધાઓમાં કાર્ય કરવા માટે પાત્ર છે.
સલીમાએ કહ્યું- આ માત્ર મારી જીત નથી, પાકિસ્તાનની દરેક મહત્વાકાંક્ષી મહિલા ક્રિકેટર અને અમ્પાયરની જીત છે. હું આશા રાખું છું કે મારી સફળતા અસંખ્ય મહિલાઓને પ્રેરણા આપશે જેઓ રમતગમતમાં પોતાની ઓળખ બનાવવાનું સ્વપ્ન જુએ છે. આ ક્ષણ ક્રિકેટમાં મહિલાઓના વધતા પ્રભાવ અને તે વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે PCBની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સલીમાની પુત્રી કૈનાતે પાકિસ્તાન માટે 40 આંતરરાષ્ટ્રીય મેચ રમી જેમાં 19 ODI અને 21 T20નો સમાવેશ થાય છે.
પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સોમવારથી શરૂ થઈ રહેલી ટી-20 શ્રેણીમાં સલીમા પ્રથમ વખત અમ્પાયરિંગ કરતી જોવા મળશે. તેની સાથે પીસીબી ઈન્ટરનેશનલ પેનલ ઓફ અમ્પાયર્સના ફૈઝલ આફ્રિદી અને નાસિર હુસૈન ટીવી અમ્પાયર હશે. હુમૈરા ફરાહ ચોથા અમ્પાયર તરીકે અને PCB ઈન્ટરનેશનલ પેનલ ઓફ મેચ રેફરીના મોહમ્મદ જાવેદ મલિક મેચ રેફરી તરીકે શ્રેણીની દેખરેખ કરશે.