લોકો ધૂળ અને માટીની મહત્વતા સમજી શકતા નથી, કારણ કે તે પૃથ્વી પર દરેક જગ્યાએ હાજર છે. પરંતુ સત્ય એ છે કે જો ધૂળ અને માટી ન હોત, તો પૃથ્વી પર જીવન શક્ય ન હોત. પથ્થરોમાંથી ધૂળ બનવામાં લાખો વર્ષો લાગ્યા હોવા છતાં તેની કિંમતો ખાસ ઊંચી નથી, કારણ કે તે આપણા દૈનિક જીવનમાં ઘણું ઉપયોગી નથી. પરંતુ શું તમે જાણો છો કે એક એવી ધૂળ છે જે સોના કરતાં પણ વધુ મોંઘી વેચાઈ છે? નવાઈની વાત એ છે કે આ ધૂળ પૃથ્વી પરની નથી.
વિશ્વની સૌથી મોંઘી ધૂળ ચંદ્રની છે, અને ગયા વર્ષે ચંદ્રની એક ચપટી ધૂળ 4 કરોડ કરતાં વધુની હરાજીમાં વેચાઈ હતી. આ ધૂળ 50 વર્ષ પહેલા નાસાના એપોલો 11 મિશન દ્વારા પૃથ્વી પર લાવવામાં આવી હતી. હવે પ્રશ્ન એ છે કે ચંદ્રની આ ધૂળ આટલી મોંઘી શા માટે વેચાઈ રહી છે? અત્યાર સુધીમાં વિશ્વના માત્ર ત્રણ દેશો ચંદ્ર પરથી ધૂળ લાવવામાં સફળ રહ્યા છે.
અમેરિકા અને રશિયાએ દાયકાઓ પહેલા આ કામ કર્યું હતું, જ્યારે ચીનને તાજેતરમાં આમાં સફળતા મળી છે. અમેરિકાના નાસાએ 382 કિલો ચંદ્રના ખડક અને ધૂળના નમૂનાઓ એકત્રિત કર્યા, જ્યારે સોવિયેત યુનિયન તેના ત્રણ મિશનમાંથી માત્ર 300 ગ્રામ નમૂનાઓ લાવી શક્યું. ચીનએ 3 કિલોના નમૂનાઓ લાવ્યા છે.
ન્યુયોર્કમાં આ ધૂળની હરાજી કરવામાં આવી, ત્યારે તેની કિંમત 8 થી 12 લાખ રૂપિયાની અંદાજિત હતી, અને અંતે 5 લાખ ડોલરમાં આ ધૂળ વેચાઈ હતી. આ ધૂળ આટલી મોંઘી છે કારણ કે તેને પૃથ્વી પર લાવવી અત્યંત ખર્ચાળ છે.
એવું કહેવામાં આવે છે કે ચંદ્રની માટીમાંથી છોડ ઉગાડી શકાય છે, અને તેનાથી વૃક્ષોની વૃદ્ધિમાં સુધારો થાય છે. સાથે જ આ ધૂળ સાથે બીજા ઘણા એક્સપરિમેન્ટ્સ કરવામાં આવે છે એટલા માટે તે આટલી મોંઘી વેચાઈ છે..
આ પણ વાંચો – ‘નમાઝ’ શબ્દ કઈ ભાષામાંથી આવ્યો, શું થાય છે તેનો અર્થ ?