વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં રૂ. 7,600 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. Maharashtra Projects વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું છે કે તેઓ નાગપુરમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈમથકના અપગ્રેડેશન માટે આશરે રૂ. 7,000 કરોડના કુલ અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ સાથે શિલાન્યાસ કરશે.
તેનાથી નાગપુર શહેર અને વિદર્ભ પ્રદેશને ફાયદો થશે.એવું કહેવાય છે કે PM Modi વડા પ્રધાન શિરડી એરપોર્ટ પર 645 કરોડ રૂપિયાથી વધુના નવા સંકલિત ટર્મિનલનો શિલાન્યાસ પણ કરશે. આ સાથે શિરડી આવતા પ્રવાસીઓને વિશ્વકક્ષાની સુવિધાઓ મળશે.
બધા માટે પોષણક્ષમ અને સુલભ આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, PM મોદી મુંબઈ, નાસિક, જાલના, અમરાવતી, ગઢચિરોલી, બુલઢાણા, વાશિમ, ભંડારા, હિંગોલી અને અંબરનાથમાં સ્થિત 10 સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કરશે.
આ પણ વાંચો – રેલ્વે વિરુદ્ધનું ષડયંત્ર ફરી સામે આવ્યું, ગ્વાલિયર અને રાયબરેલીમાં ટ્રેનને ફરી ઉથલાવી દેવાનો કરવામાં આવ્યો પ્રયાસ