અફઘાનિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. રવિવારે સાંજે અફઘાનિસ્તાને તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી. રાશિદ ખાન અને ઇબ્રાહિમ ઝદરાન સાથે રહેમાનુલ્લાહ ગુરબાઝને પણ તક આપવામાં આવી છે. અફઘાનિસ્તાને હશમતુલ્લાહ શાહિદીને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમનું નેતૃત્વ કરશે. તેમની સાથે ટીમમાં ત્રણ રિઝર્વ ખેલાડીઓને પણ રાખવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં અફઘાનિસ્તાનની ટીમ ક્રિકેટમાં નવી ઊંચાઈઓ પર પહોંચી છે. તેણે ICC ટુર્નામેન્ટમાં પોતાની તાકાત બતાવી છે. ૨૦૨૩ના વનડે વર્લ્ડ કપ પછી, ૨૦૨૪ના ટી૨૦ વર્લ્ડ કપમાં પણ અફઘાનિસ્તાને શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પાકિસ્તાન સહિત ઘણી મોટી ટીમોને પણ હરાવી છે. હવે અફઘાનિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયાર છે.
Happy with our 15-member #AfghanAtalan lineup for the ICC Champions Trophy!? 🤩🏆#ChampionsTrophy 🔗: https://t.co/uZfvLZ8U8D pic.twitter.com/7bmUJuzHFb
— Afghanistan Cricket Board (@ACBofficials) January 12, 2025
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે અફઘાનિસ્તાન ટીમ: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લાહ ગુરબાઝ, સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, ઇકરામ અલીખિલ, ગુલબદીન નાયબ, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, એએમ ગઝનફર, નૂર અહમદ, ફઝલહક ફારુકી, ફરીદ મલિક, નાવેદ ઝદરાન.