વોશિંગ્ટન ડીસીમાં રીગન નેશનલ એરપોર્ટ નજીક એક પેસેન્જર વિમાન યુએસ લશ્કરી હેલિકોપ્ટર સાથે અથડાયું અને પોટોમેક નદીમાં ક્રેશ થયું. આ વિમાનમાં લગભગ 64 લોકો સવાર હતા, જેમાંથી 4 ક્રૂ મેમ્બર હતા. બીએનઓના અહેવાલ મુજબ, અકસ્માત બાદ 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કામગીરી દરમિયાન, નદીમાંથી 19 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, એવી આશંકા છે કે મૃત્યુઆંક વધુ વધી શકે છે.
આ અમેરિકન એરલાઇન્સનું વિમાન કેન્સાસના વિચિટાથી વોશિંગ્ટન ડીસી તરફ ઉડાન ભરી રહ્યું હતું. આ વિમાન રનવે પર લેન્ડિંગ કરતી વખતે લશ્કરી હેલિકોપ્ટર સાથે અથડાયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન અચાનક જમણી તરફ ઝૂક્યા પછી, તેમાં આગ લાગી (Fire in Plane) અને તે ઝડપથી નદીમાં પડી ગયું.
ડીસી પોલીસનું નિવેદન
ડીસી પોલીસે સ્પષ્ટતા કરી કે મેટ્રોપોલિટન પોલીસ વિભાગ (MPD) હેલિકોપ્ટર અકસ્માતમાં સામેલ નહોતું. આ કટોકટી દરમિયાન રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે MPD અન્ય એજન્સીઓ સાથે કામ કરી રહ્યું છે.
પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો
ઘટના સમયે હાજર કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ સીએનએનને જણાવ્યું હતું કે “જ્યારે મેં વિમાન જોયું ત્યારે તે સામાન્ય દેખાતું હતું. પરંતુ થોડીક સેકન્ડોમાં તે 90 ડિગ્રીથી વધુ નમેલું હતું અને તેની નીચેથી તણખા નીકળવા લાગ્યા. પછી અચાનક આગ લાગી ગઈ.” અથડામણ.
CEO of American Airlines has released a video about the DCA crash pic.twitter.com/Pa7ILUFLLq
— Katie Pavlich (@KatiePavlich) January 30, 2025
અમેરિકન એરલાઇન્સના સીઇઓનું નિવેદન
અકસ્માત પછી, અમેરિકન એરલાઇન્સના સીઈઓ રોબર્ટ ઇસોએ ડીસીએ અકસ્માત વિશે એક વીડિયો બહાર પાડ્યો. તેમણે કહ્યું કે મને અકસ્માતમાં સામેલ લોકો વિશે ચિંતા છે. અમારી કંપની કોઈપણ પ્રકારની મદદ પૂરી પાડવા તૈયાર છે.