
ટ્રમ્પનો મોટો ર્નિણય, ઈઝરાયેલને દર વર્ષે મળતા ૪ અબજ ડોલર બંધ ઈઝરાયેલને અમેરિકાની વાર્ષિક સહાય બંધ થશે? નેતન્યાહૂ સાથે સહમતિનો ટ્રમ્પનો દાવો, આર્થિક સહાય બંધ થશે, પણ અમેરિકાનું શસ્ત્ર વેચાણ ચાલુ રહેશે
અમેરિકામાં યોજાઈ રહેલી મધ્યાવધિ ચૂંટણીઓ ના ઘમાસાણ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક અત્યંત ચોંકાવનારી અને ઐતિહાસિક જાહેરાત કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ વર્ષ (૨૦૨૬) ના અંત પછી અમેરિકા દ્વારા ઈઝરાયલને દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડોલરની આર્થિક સહાય સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે આ વાર્ષિક ફંડિંગ અટકાવવા અંગે સહમતિ બની હોવાનો દાવો કરતા ટ્રમ્પે ઉમેર્યું હતું કે ઈઝરાયલને હવે આર્થિક મદદની કોઈ જરૂર નથી. જાેકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા ઈઝરાયલને શસ્ત્રોનું વેચાણ ચાલુ રાખશે અને જાે ભવિષ્યમાં કોઈ મોટી જરૂરિયાત ઊભી થશે તો અમેરિકા તેની પડખે ઊભું રહેશે.ટ્રમ્પના આ ર્નિણયથી અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે દાયકાઓ જૂના સૈન્ય સંબંધોમાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. ટ્રમ્પના મતે આ ર્નિણયથી ઈઝરાયલને અપાતી અંધાધૂંધ મદદ મામલે રિપબ્લિકન પાર્ટી પર પ્રહારો કરતા વામપંથી ડેમોક્રેટ્સના તર્કાે નબળા પડી જશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે મિડટર્મ ચૂંટણીઓમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના હાથમાંથી ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’ (પ્રતિનિધિ સભા) નું નિયંત્રણ છીનવાઈ જવાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.




