
લોકોમાં ફફડાટ ફેલાયો, ભૂકંપ બાદ તંત્ર એલર્ટ વલસાડ જિલ્લામાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો!વલસાડથી ૪૬ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ. અગાઉ પણ અનેક વખત જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાઇ ચૂક્યા છેદક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લોકોમાં થોડો ગભરાટ ફેલાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા મળેલી માહિતી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ માપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડ શહેરથી લગભગ ૪૬ કિલોમીટર દૂર નોંધાયું હતું. આ આંચકો બપોરના સમયે અનુભવાયો હતો અને તેની અસર મુખ્યત્વે જિલ્લાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ જાેવા મળી હતી. આ આંચકો ઓછી તીવ્રતાનો હતો, પરંતુ જમીન ધ્રૂજવાના કારણે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. જાેકે, રાહતની વાત એ છે કે આ ભૂકંપના આંચકાને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલ-મિલકતને નુકસાન થયાના કોઈ અહેવાલો પ્રાપ્ત થયા નથી.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં અગાઉ પણ અનેક વખત ભૂકંપના આંચકા અનુભવાઇ ચૂક્યા છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે આ વિસ્તારમાં સમયાંતરે આવતા આ આંચકાઓ સામાન્ય છે.
