
બે કિમી લાંબી લાઈન, ખતરનાક ભીડ વતન જનારાઓથી ઉભરાઈ ગયું સુરતનું રેલવે સ્ટેશન અમદાવાદ-સુરત-રેલ્વે-બસ સ્ટેન્ડ પર ભારે ભીડ ઉમટી સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી છે. દિવાળીના તહેવારને લઈને મુસાફરો ઉમટ્યા છે. યુપી, બિહારના લોકો વતન જવા માટે ઉમટ્યા છે. રેલવે સ્ટેશન પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ટ્રેનમાં સીટ મળે તે માટે લોકો રાતથી લાઈનમાં ઉભા રહ્યાં છે.
વતન જવા માટે રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડી છે. ઉત્તરપ્રદેશ-બિહાર જવા માટે લોકો લાઈન લગાવીને બેસ્યા છે. રેલવે સ્ટેશન બહાર દોઢ કિલોમીટર લાંબી લાઈન લાગી છે. છઠ પૂજા, દિવાળીના કારણે વતન તરફ લોકોએ વાટ પકડી છે. હાલ સુરતથી વધારાની ૧૨ ટ્રેનો દોડાવાઈ રહી છે. ભીડ જાેતા લાગે છે કે, વધારાની ટ્રેન હજુ પણ અપુરતી સાબિત થઈ રહી છે.
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા નીકળેલા મુસાફરોની દોઢ કિલોમીટર લાંબી કતાર લાગી છે. દિવાળી પર્વ પર વતન જવા ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો અભૂતપૂર્વ ધસારો જાેવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસીઓ માટે વતન જવું એક ‘સપના‘ સમાન બની ગયું છે. રેલવે સ્ટેશનની બહાર મુસાફરોની લગભગ દોઢ કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી છે. દિવાળી, છઠ પૂજા સાથે બિહારમાં ચૂંટણી હોવાથી યુપી અને બિહાર તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જાેવા મળી છે. સીટ મેળવવા માટે શ્રમિકો વર્ગ મોડી રાતથી જ લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ભીડ એટલી બેકાબૂ છે કે લોકોને પ્લેટફોર્મ પર જગ્યા શોધવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી રેલવે તંત્ર દ્વારા ૧૨ જેટલી એક્સ્ટ્રા ટ્રેનો દોડાવાઈ છે. મુસાફરોની આ જંગી ભીડને પહોંચી વળવા માટે રેલવે તંત્ર દ્વારા ૧૨ જેટલી એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવામાં આવી છે. જેથી લોકોને થોડી રાહત મળી શકે. જાેકે, મુસાફરોની સંખ્યાના પ્રમાણમાં આ ટ્રેનો અપૂરતી સાબિત થઈ છે.
પ્રવાસીઓ દ્વારા વધુ એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવા માટે રેલવે પાસે મુસાફરોએ માંગ કરી છે. મુસાફરોની સલામતી અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષાને લઈ ઉધના રેલવે સ્ટેશન પર ખાસ પોલીસ અને ઇઁહ્લ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. લાંબી કતારો વચ્ચે મુસાફરોને વ્યવસ્થિત રીતે ટ્રેનમાં બેસાડવાની કામગીરીમાં પોલીસ જાેડાઈ છે.
