
૭.૫ ક્વિન્ટલ ડુંગળીના ૬૬૪ રૂપિયા મળ્યા ખેડૂતની દુર્દશા! ૬૬ હજારનો ખર્ચ કરી ડુંગળી ઉગાડી, મળ્યા માત્ર ૬૬૪ રૂપિયા ખેડૂત કહે છે કે તેની પાસે હજુ પણ વધુ ડુંગળી બાકી છે, પરંતુ તેને વેચવાને બદલે, તે તેને ખાતરમાં રૂપાંતરિત કરશ મહારાષ્ટ્રના પુણેમાં એક ખેડૂત માટે ડુંગળીનું ઉત્પાદન મુશ્કેલી લાવ્યું. તેણે એક એકર જમીનમાં ડુંગળીની ખેતી કરી હતી, જેના પર ૬૬ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. વરસાદને કારણે સુદમ ઇંગલે નામના આ ખેડૂતનો ઘણો પાક બરબાદ થઈ ગયો હતો. પરંતુ ખેડૂતો મહામહેનતે પોતાનો કેટલોક પાક બચાવી લીધો હતો. આ ડુંગળી વેચવા માટે ખેડૂત માર્કેટમાં પહોંચ્યો હતો. ખેડૂતો ડુંગળીના પેકેજિંગમાં ૧૫૦૦ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. પરંતુ તેને ૭.૫ ક્વિન્ટલ ડુંગળીના માત્ર ૬૬૪ રૂપિયા મળ્યા.
ખેડૂત કહે છે કે તેની પાસે હજુ પણ વધુ ડુંગળી બાકી છે, પરંતુ તેને વેચવાને બદલે, તે તેને ખાતરમાં રૂપાંતરિત કરશે અને આવતા વર્ષે વેચશે. સુદમ ઇંગલેએ સમજાવ્યું કે ખાતર વેચવાથી વધુ નફો થશે. ઇંગલેએ કહ્યું, “હું પ્રમાણમાં મોટો ખેડૂત છું. ઘણા નાના ખેડૂતો જેમની પાસે ફક્ત ૧ કે ૨ એકર જમીન છે, તેમણે ખેતી માટે લોન લીધી છે. આટલા બધા નુકસાન પછી તેઓ કેવી રીતે જીવશે? જાે સરકાર કંઈ નહીં કરે, તો ખેડૂતોની આત્મહત્યા વધશે.” એ નોંધવું જાેઈએ કે મહારાષ્ટ્રમાં, માત્ર ડુંગળી જ નહીં પરંતુ બટાકા, દાડમ અને ટામેટાં જેવા પાકને પણ નોંધપાત્ર નુકસાન થયું છે.
દિવાળી પહેલા કમાણી ન થવાને કારણે ઘણા લોકો આ તહેવાર ઉજવી શકતા નથી. નાસિકના એક છઁસ્ઝ્ર સભ્યએ જણાવ્યું કે આ વર્ષે દિવાળીની ઉજવણી માત્ર શહેરોમાં થઈ કારણ કે ગામના લોકો પાસે દીવો ખરીદવાના પણ પૈસા નથી. લાસલગાંવ છઁસ્ઝ્ર એશિયાનું સૌથી મોટું માર્કેટ છે. અહીં ૫૦૦થી ૧૪૦૦ રૂપિયામાં પ્રતિ કિલો ડુંગળી વેચાઈ છે. ૭ મહિના સુધીની સેલ્ફ લાઇફ હોવાને કારણે ખેડૂતે ચેને વેચી નહીં. તેનાથી વધુ ભાવ મળવાની આશામાં ભેગી કરી હતી અને હવે તેને વેચવામાં આવી રહી છે. હવે વરસાદને કારણે નવો પાક ખરાબ થઈ ગયો છે અને બાકીની ડુંગળીની ક્વોલિટી ખરાબ છે અને ખૂબ ઓછા ભાવે વેચાઈ રહી છે.
સુદમ ઇંગલેએ સમજાવ્યું કે ખેડૂતોને તેમના ખેતરો તૈયાર કરવા, રોપાઓ ખરીદવા, તેમને પેક કરવા અને બજારમાં તેમના ઉત્પાદનને લઈ જવાથી લઈને નોંધપાત્ર ખર્ચ થાય છે. બદલામાં તેમને મળતી ઓછી કિંમત એક મોટી અસુવિધા છે. ખેડૂત માણિકરાવ ઝેન્ડેએ પોતાની દુર્દશા સમજાવતા કહ્યું, “બજારના ભાવને જાેતાં, મેં મારા ડુંગળીના પાકને વેચ્યો નહીં અને તેને ખાતરમાં રૂપાંતરિત કર્યો, જેનાથી નુકસાન ઓછું થયું. આ વર્ષે, મેં દાડમની ખેતીમાં ૧.૫ લાખ રૂપિયાનું રોકાણ કર્યું. અવિરત વરસાદને કારણે, છોડ કાળા પડી ગયા, અને મારે તેને ફેંકી દેવા પડ્યા. સીતાફળના છોડ સાથે પણ આવું જ થયું. મેં લગભગ ૧ લાખ રૂપિયા ગુમાવ્યા, અને પાક ૫૦,૦૦૦ રૂપિયામાં વેચવો પડ્યો.”




