
અજિત પવારની મુશ્કેલી વધી! વિપક્ષે પણ ઉધડો લીધો ઉપમુખ્યમંત્રીના પુત્ર સામે જ CM ફડણવીસની મોટી કાર્યવાહી ફડણવીસે અજિત પવારના પુત્ર પાર્થ પવાર સામેના કથિત જમીન કૌભાંડના આરોપોની તપાસના આદેશ આપ્યા
નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્ર પાર્થ પવાર સામે કથિત જમીન કૌભાંડના આરોપોએ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. પુણેના મુંધવા વિસ્તારમાં રૂ.૧,૮૦૪ કરોડની સરકારી જમીન માત્ર રૂ.૩૦૦ કરોડમાં વેચાયા બાદ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેને ગંભીર ગણાવ્યું છે અને ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે.
ફડણવીસે જણાવ્યું હતું કે, ” મેં બધા દસ્તાવેજાે માંગાવ્યા છે અને જાહેર થયેલી માહિતી અત્યંત ગંભીર છે.” આ નિવેદનથી રાજકીય માહોલ વધુ ગરમાઈ ગયો છે. મુખ્યમંત્રીએ અધિક મુખ્ય સચિવ વિકાસ ખડગેના નેતૃત્વમાં એક તપાસ સમિતિની રચના કરી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઇ્ૈં કાર્યકર્તા વિજય કુંભારે આ બાબતનો પર્દાફાશ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, પાર્થ પવારની કંપની, અમેડિયા હોલ્ડિંગ્સ ન્ન્ઁએ મુંધવા વિસ્તારમાં ખૂબ જ ઓછી કિંમતે સરકારી જમીન ખરીદી હતી. એવો આરોપ છે કે, આ જમીનની કિંમત આશરે રૂ.૧,૮૦૪ કરોડ હતી, પરંતુ તે માત્ર ૩૦૦ કરોડમાં ખરીદવામાં આવી હતી. કુંભારે એવો પણ દાવો કર્યો હતો કે, સોદાના બે દિવસ પછી જ સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવી હતી, અને કંપનીએ માત્ર રૂ.૫૦૦ ચૂકવ્યા હતા. આ સમગ્ર સોદો મહારાષ્ટ્રના “મહાર વતન” જમીન કાયદા હેઠળ આવે છે, જેના કારણે કાનૂની અને રાજકીય રીતે લોકપ્રિયતા વધી છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલાની તપાસનો આદેશ આપતા કહ્યું કે, “મેં બધા દસ્તાવેજાે મંગાવ્યા છે અને તપાસનો આદેશ આપ્યો છે. જે પ્રકાશમાં આવ્યું છે, તે અત્યંત ગંભીર છે.” સરકારે પુણેના તહસીલદાર સૂર્યકાંત યેવલે અને હવેલી નંબર ૩ ના બીજા સબ-રજિસ્ટ્રાર રવિન્દ્ર તારુને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. તપાસ સમિતિને એ શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે કે, સ્ટેમ્પ ડ્યુટી માફીનો આદેશ કયા સ્તરે અને કોના દબાણ હેઠળ જાહેર કરવામાં આવ્યો હતો.
આ ખુલાસા બાદ, વિપક્ષે ફડણવીસ સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. વિપક્ષી પક્ષોએ પ્રશ્ન કર્યો છે કે, ઈડ્ઢ જેવી એજન્સીઓ કેમ ચૂપ છે અને ક્યારે કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આ મામલો મહાયુતિ ગઠબંધન માટે મુશ્કેલી ઊભી કરી રહ્યો હોય તેવું લાગે છે. આ દરમિયાન, દ્ગઝ્રઁ (અજિત પવાર જૂથ) એ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.




