
મહેસાણા પોલીસ બેડામાં હડકંપ!મહેસાણા SP એ એક સાથે ૭૪૭ પોલીસકર્મીની કરી બદલીમહેસાણા જિલ્લા પોલીસ વડાએ સામૂહિક બદલીનો હુકમ કરી પોલીસબેડામાં ચકચાર મચાવી દીધી છેમહેસાણા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. એક સાથે ૭૪૭ પોલીસકર્મીઓની બદલી કરી દીધી છે. SP હિમાંશુ સોલંકીએ બદલીનો ર્નિણય લીધો છે. મહેસાણામાં એસપી દ્વારા મોટો ર્નિણય લેતાં એક સાથે ૭૪૭ પોલીસકર્મીઓની બદલી કરી દીધી છે. પોલીસ વિભાગમાં એક સાથે આટલી મોટી બદલીને કારણે હડકંપ મચી ગયો છે.
મહેસાણા જિલ્લાના પોલીસ વડા (SP) હિમાંશુ સોલંકીએ એક મોટો ર્નિણય લઈ પોલીસ વિભાગમાં હડકંપ મચાવી દીધો છે. જીઁ એ એક જ આદેશમાં જિલ્લાના કુલ ૭૪૭ પોલીસકર્મીઓની એક સાથે બદલી કરી દીધી છે. મહેસાણા જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં બદલીનો આદેશ લગભગ પ્રથમવાર થયો છે. સામાન્ય રીતે પોલીસ બેડામાં નાના પાયે બદલીઓ થતી હોય છે, પરંતુ આ સામૂહિક બદલી પોલીસ વિભાગમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.
જિલ્લા પોલીસ વડાએ પોલીસ વહિવટમાં પારદર્શિતા લાવવા, લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં થયો જમાવડો અટકાવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનવાવાના ઉદ્દેશ્યથી સામૂહિક બદલીનો આદેશ કર્યો છે. સામૂહિક બદલી કરીને પોલીસ કર્મચારીઓ ફરજ પ્રત્યે જવાબદાર અને સક્રિય બને તે સંદેશો જિલ્લા પોલીસ વડાએ આપી દીધો છે.
જિલ્લા પોલીસ વડા દ્વારા જે સામૂહિક બદલીનો આદેશ કરાયો તેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, સહિત અન્ય કર્મચારીઓની બદલી થઈ છે. આ બદલીના આદેશમાં લગભગ મહેસાણા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો પણ આવી ગયા છે.




