
મોબાઇલ વ્યસન બની ગયું હોવાથી તેની અસર ગંભીરમોબાઇલના કારણે લોકો બની રહ્યા છે સાઇલન્ટ ડિપ્રેશનનો શિકારમોબાઇલ માનસિક સ્વાસ્થ્ય માટે જાેખમી, ૭૩% લોકો ડિજિટલ ગુલામ, દરરોજ ૭ કલાક સ્ક્રિન પર પસાર કરેએક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોબાઇલનો વધુ પડતો ઉપયોગ માનસિક સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની રહ્યો છે. મોબાઇલના વ્યસનથી પરેશાન ૫૦૦ લોકો પર કરવામાં આવેલા આ અભ્યાસ મુજબ, આમાંના ૭૩% લોકો અતિશય ર્નિભરતાવાળી લત એટલે કે ડિજિટલ ડિપેન્ડન્સીથી પીડિત જાેવા મળ્યા હતા.
મેડિકલ કોલેજના મનોરોગ વિભાગ દ્વારા કરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મોબાઇલના વધુ પડતા ઉપયોગને કારણે લોકો અજાણતાં જ સાઇલન્ટ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. વધુમાં ૮૦% જેટલા લોકોમાં પણ હળવું પરંતુ સતત ડિપ્રેશન જાેવા મળ્યુ હતું. આ સંશોધનમાં એ હકીકત પણ સામે આવી કે મોટાભાગના લોકો દરરોજ સરેરાશ સાત કલાક સ્ક્રીન પર વિતાવે છે.
તેમજ નિષ્ણાતોના મતે, આ અભ્યાસમાં ભાગ લેનારા લોકોમાં મોબાઇલ ન મળે ત્યારે ગભરાટ (નોમોફોબિયા), ઓછી ઊંઘ, તણાવમાં વધારો અને વારંવાર ફોન ચેક કરવો જેવી વર્તણૂકીય સમસ્યાઓ જાેવા મળી હતી.
આ બધા લક્ષણો વ્યક્તિને ડિપ્રેશનની શ્રેણીમાં મૂકે છે. જાેકે, આ ડિપ્રેશન સામાન્ય ડિપ્રેશન કરતાં વધુ ખતરનાક છે. સામાન્ય રીતે, કોઈ સમસ્યાના કારણે ડિપ્રેશનમાં ગયેલી વ્યક્તિ સમસ્યાના ઉકેલની આશા સાથે તેમાંથી બહાર આવી શકે છે, પરંતુ મોબાઇલના વ્યસનમાંથી બહાર આવવા માટે ખૂબ જ મજબૂત ઇચ્છાશક્તિની જરૂર પડે છે.
તેમજ મોબાઇલ એક વ્યસન બની ગયું હોવાથી તેની અસર વધુ ગંભીર છે. બાળકો અને કિશોરોમાં તેની અસર વધારે જાેવા મળે છે. કિશોરોમાં ડિપ્રેશનનું જાેખમ વધી રહ્યું છે. જેમાં ૧૦ થી ૧૪ વર્ષની વયના બાળકોમાં મગજનો વિકાસ પ્રભાવિત થઈ રહ્યો છે.
મનોરોગ નિષ્ણાત ડૉક્ટરના મતે, ડિજિટલ નોટિફિકેશન અને સતત સ્ક્રીનની રોશની મગજને આરામ આપતી નથી. પરિણામે, વ્યક્તિ ધીમે ધીમે માનસિક થાક, ચીડિયાપણું અને ડિપ્રેશનનો શિકાર બને છે, સાથે જ ગરદન અને કરોડરજ્જુની સમસ્યાઓ પણ થાય છે.
વધુ પડતો મોબાઇલ ઉપયોગ કિશોરોમાં આત્મવિશ્વાસ ઘટાડી રહ્યો છે અને તેમને વાસ્તવિક જીવનથી દૂર કરી રહ્યો છે. શીખવાની અને સામાજિક કૌશલ્યો વિકસાવવાની આ નિર્ણાયક ઉંમરે વધુ પડતો સ્ક્રીન ટાઇમ તેમના ભવિષ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.
નિષ્ણાતો ચેતવણી આપે છે કે જાે સમયસર મોબાઇલના ઉપયોગ પર નિયંત્રણ નહીં આવે, તો માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જલ્દી જ વિકરાળ સ્વરૂપ લેશે. આ માટે શાળાઓમાં વિશેષ મોડેલ બનાવવાની જરૂર છે.




