
દક્ષિણ આફ્રિકાની સ્ટાર ઓલરાઉન્ડર ક્લો ટ્રાયને તેની લેસ્બિયન પાર્ટનર મિશેલ નટિવેલ સાથે સગાઈ કરી લીધી.દક્ષિણ આફ્રિકાની સ્ટાર ઓલરાઉન્ડર ક્લો ટ્રાયને તેની લેસ્બિયન પાર્ટનર મિશેલ નટિવેલ સાથે સગાઈ કરી લીધી છે. ટ્રાયોને પોતાની ગર્લફ્રેન્ડને ઘૂંટણીએ બેસી પ્રપોઝ કર્યું હતું. નટિવેલ અને ટ્રાયન ઘણા સમયથી એક-બીજાને ડેટ કરી રહી હતી. ટ્રાયન તાજેતરમાં ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી દક્ષિણ આફ્રિકાની ટીમનો હિસ્સો હતી. ક્લો ટ્રાયને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ માટે ૩ ટેસ્ટ, ૧૨૪ વનડે અને ૧૧૩ T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટ્રાયને મહિલા ટેસ્ટ મેચોમાં ૨૩.૮૦ની એવરેજથી ૧૧૯ રન બનાવ્યા છે. ટ્રાયોને ટેસ્ટ મેચોમાં ૫૦ની એવરેજથી ૪ વિકેટ પણ ઝડપી છે. ટ્રાયને મહિલા વનડેમાં ૩૯.૭૪ની એવરેજથી ૬૨ વિકેટ ખેરવી છે, આ દરમિયાન તેણે એક અવસર પર ઈનિંગમાં ૫ વિકેટ ઝડપી હતી. ૩૧ વર્ષીય ક્લો ટ્રાયોને મહિલા વનડેમાં ૧૪ અડધી સદીની મદદથી ૨૨૯૨ રન (એવરેજ ૨૬.૬૫) બનાવ્યા છે. ટ્રાયને મહિલા T20માં ૧૯.૪૩ની એવરેજથી ૧,૨૮૩ રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદી સામેલ છે. આ સાથે જ તેણે ૩૬.૪૮ની એવરેજથી ૩૯ વિકેટ પણ ખેરવી છે. મિશેલ નટિવેલના ઈન્સ્ટાગ્રામ બાયો પ્રમાણે તે એક કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર છે. આ સાથે જ નટિવેલ એક વિડીયોગ્રાફર પણ છે અને સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ તૈયાર છે. નટિવેલના ટિકટૉક એકાઉન્ટ પર ૧ લાખથી વધુ ફોલોઅર્સ છે અને ઈન્સ્ટાગ્રામ તેા ફોલોઅર્સ ૫૦,૦૦૦થી વધુ છે. ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૫ની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા ભારત સામે ૫૨ રનથી હારી ગયું હતું. બીજી તરફ દક્ષિણ આફ્રિકા પહેલી વાર વનડે વર્લ્ડ કપ ફાઈનલ રમવા ઉતરી હતી, પરંતુ ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી.




