
સમીપ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગના પગલે ફાયર વિભાગ એક્શનમાં આવી, બે ટીમો બનાવી ચેકિંગ હાથ ધરાયું
૨ હોસ્પિટલ-૩ કોમ્પ્લેક્ષને નોટિસ ફટકારી ૧૦ દિવસમાં ખામી દૂર કરવા સૂચન.ગઈકાલના રોજ ભાવનગર શહેરના કાળુભ રોડ પર આવેલી સમીપ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં એકાએક આગ લાગી હતી. જેમાં બાળકો સહિત ૧૯ જેટલા લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા અને સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. જેને પગલે આજરોજ ભાવનગર ફાયર વિભાગ સફાળું જાગ્યું છે અને શહેરની હોસ્પિટલમાં ચેકિંગ અર્થે નીકળી હતી. પ્રથમ દિવસે સોલ હોસ્પિટલ, બિમ્સ હોસ્પિટલ, કાર્ટન સ્ક્વેર કોમ્પ્લેક્ષ, આયુષપ્લાઝા કોમ્પલેક્ષ અને અંજનેય આર્કેડ કોમ્પલેક્ષને નોટીસ પાઠવવામાં આવી છે. નોટિસ પાઠવવામાં આવેલ તમામ લોકોને ૮થી ૧૦ દિવસની અંદર તમામ સુવિધા પૂરી કરી લેખિતમાં ફાયર વિભાગમાં આપવા જણાવ્યું હતું. ભાવનગર ફાયર વિભાગ દ્વારા બે અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ૨ સબ ઓફિસર અને ૧ ફાયરનો સ્ટાફની બે ટીમ બનાવી કુલ ૬ લોકોની ટીમે આજરોજ શહેરી વિસ્તારમાં આવેલી હોસ્પિટલો પૈકી સોલ હોસ્પિટલ, બિમ્સ હોસ્પિટલ, કાર્ટન સ્ક્વેર (તમામ હોસ્પિટલો), સુર્યદીપ કોમ્પલેક્ષ(તમામ હોસ્પિટલો), આયુષ પ્લાઝા કોમ્પ્લેક્ષ (તમામ હોસ્પિટલો), અંજનેય આર્કેડ(તમામ હોસ્પિટલો), અક્ષરદિપ હોસ્પિટલ. કે, પી હોસ્પિટલ,
મ્ટ્ઠૈદ્ઘે ઝ્રરૈઙ્મઙ્ઘિીહ ર્રજॅૈંટ્ઠઙ્મ અને મહેતા મેટરનીટી હોસ્પિટલનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું.
બે ટીમો દ્વારા તમામ હોસ્પિટલમાં ઇન્સ્પેક્શન દરમિયાન ફાયર સેફ્ટીનાં સાધનો જેવા કે, ફાયર એક્ષટિંગ્યુશર, ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ સિસ્ટમ, ઇમરજન્સી એકિઝટ, ઇમરજન્સી લાઇટિંગ, સ્ટાફ ટ્રેનિંગ તથા અન્ય સુરક્ષા સુવિધાઓની વિગતવાર તપાસ કરવામાં આવી, જે હોસ્પિટલોની ફાયર સેફટીની સુવિધામાં ખામી સામે આવી અને બેઝમેન્ટમાં પડેલો કોઈ સામન પડેલો હોવાનું સામે આવ્યું અને ટેરેસ પર સામાન મુકેલો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે હર્ષ ભોજાણી ફાયર કર્મચારીએ ટેલિફોનિક વિગત આપતા જણાવ્યું કે, આજરોજ ભાવનગર શહેરની હોસ્પિટલો પૈકી સોલ હોસ્પિટલમાં બેઝમેન્ટમાં પાર્ટીશન કરી મેડિકલ સ્ટોર રૂમ અને ફાયર સેફટીનો પંપ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું. બિમ્સ હોસ્પિટલમાં બેઝમેન્ટમાં કેન્ટીન કાર્યરત અને ટેરેસ પર ઉપર માલસામાન મુકવામાં આવ્યો છે, કાર્ટન સ્ક્વેર કોમ્પ્લેક્ષમા ફાયરની અમુક સુવિધા બંધ સામે આવી, આયુષ પ્લાઝા કોમ્પલેક્ષમાં ટેરેસ પર પ્લાસ્ટિકનો મોટી માત્રામાં મુકેલો માલસામાન સામે આવ્યો અને અંજનેય આર્કેડ કોમ્પલેક્ષમાં ફાયર સુવિધાના અમુક સાધનો કાર્યરત ન હતા. જેના પગલે ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. તમામ લોકોને આપેલ નોટિસકર્તાઓને ૮થી ૧૦ દિવસની અંદરની આ તમામ ખામીઓ સામે આવી છે. તે પુરી કરવી અને ફાયર વિભાગને લેખિતમાં ફાયર વિભાગને આપવાનું જણાવવામાં આવ્યું છે.




