
અન્ય એરલાઈન્સના ભાડા બમણાં.પાઇલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટી ત્રીજા દિવસે પણ ગંભીર બની છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર ૧૦૬ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જેને કારણે પેસેન્જર્સમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે અને અફરા તફરી મચી ગઈ છે. તેમાં પણ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદના નારા લાગ્યા હતા. ઇન્ડિગો ઇમર્જન્સીને કારણે કોઈએ હનીમૂનના પ્લાન પડતા મૂકવા પડ્યા છે તો કોઈ વર-વધૂ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી શક્યા નથી. એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટ્સ ધડાધડ રદ થઈ રહી છે, તેવામાં એર ઇન્ડિયાના ભાડામાં
ચાર ગણો વધારો થયો છે. મજબુરીમાં હવે મુસાફરોનેે બસ-ટ્રેનમાં મુસાફરી કરવી પડશે.
મુસાફરોની ટિકિટ કેન્સલની સાથે ઇન્ડિગો એરલાઈન્સે બીજી એક મોટી ભૂલ કરી છે. ૪ ડિસેમ્બરની ફ્લાઈટના જેટલા પણ પેસેન્જર છે એ બધાના લગેજ આપવામાં આવ્યા નથી. ૪ ડિસેમ્બરના જેટલા પેસેન્જર છે, તેઓની ફ્લાઈટ ગઈકાલે ટેકઓફ થઈ ગઈ હતી, પરંતુ તેઓનો સામાન હજુ પરણ અમદાવાદ એરપોર્ટ પર જ છે. ૫ ડિસેમ્બરના પેસેન્જરનો સામાન પણ હજુ સુધી પરત કરવામાં આવ્યો નથી. એક મુસાફરે એવું જણાવ્યું હતું કે, ૫ ડિસેમ્બરના પેસેન્જરનો સામાન ૪ ડિસેમ્બરની જે ફ્લાઈટ ગોવા ગઈ છે, તેમાં જતો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં લગેજને લઈને મુસાફરો હોબાળો મસાવી રહ્યાં છે.




