
સૌરાષ્ટ્રવાસીઓને મળી શકે છે મોટી ભેટ.પીએમ મોદી જાન્યુઆરી મહિનામાં આવશે ગુજરાત.મોદી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે અને ભવ્ય મેગા રોડ શો પણ યોજવાની સંભાવના.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી જાન્યુઆરીમાં રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત માત્ર પ્રોટોકોલ સુધી સીમિત નહીં રહે, પરંતુ સૌરાષ્ટ્ર માટેના મોટા આર્થિક અને વિકાસકર્તા ર્નિણયોનું મંચ બનશે એવી ચર્ચા રાજ્ય તંત્રમાં ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદી રાજકોટમાં થનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે અને સાથે એક ભવ્ય મેગા રોડ શો પણ યોજવાની સંભાવના છે. તંત્રે આ કાર્યક્રમ માટે પહેલેથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકોટમાં યોજાનારી આ રિજનલ વાયબ્રન્ટ સમિટ ત્રણ દિવસ સુધી ચાલશે. રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને નવા માર્ગો પર લઈ જવા માટે આ સમિટને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. દેશ–વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ, ઇન્વેસ્ટરો અને કારોબારી જૂથો આ સમિટમાં જાેડાશે. સમિટ દરમિયાન રોકાણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, સ્જીસ્ઈ અને એક્સપોર્ટ્સ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે.
વડાપ્રધાન મોદી સમિટના ઉદ્ઘાટન સત્ર બાદ ઉદ્યોગપતિઓ સાથે વિશેષ ઇન્ટરએક્શન સેશનમાં ભાગ લેશે, જ્યાં રાજ્યમાં નવા રોકાણને આકર્ષવા માટે માર્ગદર્શન આપશે. સૂત્રોનું કહેવું છે કે પીએમનો કાર્યક્રમ માત્ર કોન્ફરન્સ પૂરતો સીમિત નહીં રહે. “રાજકોટમાં એક મેગા લેવલનો રોડ શો યોજાય તેવી પૂરી શક્યતા છે,” તંત્રના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું. રોડ શોની રૂટ ડિઝાઈન, સુરક્ષા, ભીડ વ્યવસ્થાપન અને કાર્યક્રમના સ્થળોને લઈને શહેર પોલીસ, કલેક્ટર ઓફિસ અને મ્યુનિસિપલ તંત્ર વચ્ચે સતત મીટિંગો ચાલી રહી છે.
પીએમના રોડ શોને લઈને રાજકોટમાં સુરક્ષા વ્યવસ્થાની ખાસ આયોજન યોજના તૈયાર થઈ રહી છે. SPG ટીમ આગામી દિવસોમાં શહેરની મુલાકાત લઈ તમામ પોઈન્ટની રિકી કરશે. શહેરના મુખ્ય માર્ગો, ચોરિયાઓ અને મોરચા રૂટ પર હાલ તાત્કાલિક મરામત કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.
આ મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્ર–કચ્છ રિજિયન માટે મોટી જાહેરાત પણ થઈ શકે છે એવી અંદરની ચર્ચા છે. છેલ્લા કેટલાક સમયમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર, કનેક્ટિવિટી અને ઇરીગેશન સંબંધિત મોટા પ્રોજેક્ટ્સ માટે પ્રસ્તાવો રાજ્ય સરકારને મળ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી આ ઉજવણી દરમિયાન કેટલીક યોજનાઓને મંજૂરી આપશે અથવા નવી પહેલની ઘોષણા કરશે. આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ રીજનલ વાયબ્રન્ટ કોન્ફરન્સને રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રાજ્ય સરકારે જિલ્લાવાર રિજનલ સમિટ્સનું આયોજન શરૂ કર્યું છે. આ ક્રમ અંતર્ગત ગત ઓક્ટોબરમાં મહેસાણા ખાતે પ્રથમ રિજનલ સમિટનું આયોજન થયું હતું, જ્યાં ઉત્તરી ગુજરાત માટે અનેક યોજનાઓની જાહેરાત થઈ હતી. રાજકોટની સમિટને તેનાથી ઘણા મોટા કદની અને ઉચ્ચ સ્તરીય ગણવામાં આવી રહી છે.




