
ખનીજની ચોરીનું મસમોટું કૌભાંડ.વાંકીયા ગામની સીમ વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમનો સપાટો.ટાફના રોયલ્ટી ઇન્સ્પેક્ટર, સર્વેયર વગેરે દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જામનગર તાલુકાના ખંભાલિડા ગામ તેમજ વાંકિયા ગામની નદીના વિસ્તારમાં ગેરકાયદે રીતે ખનીજ ચોરી કરવામાં આવી રહી હોવાનું જામનગરની ખાણ ખનીજ વિભાગની કચેરીને જાણ થતાં જામનગરની ખાણ ખનીજ વિભાગની કચેરીના ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના રોયલ્ટી ઇન્સ્પેક્ટર, સર્વેયર વગેરે દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે ચેકિંગ દરમિયાન બે જેસીબી મશીનો મારફતે ખનીજની ચોરી કરવામાં આવતી હતી, અને જુદા જુદા સાત ટ્રેક્ટરમાં ભરીને ગેરકાયદે પરિવહન કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી ખાણ ખનીજ વિભાગની ટીમેં બે જેસીબી મશીનો અને સાત ટ્રેકટર સહિત રૂપિયા એકાદ કરોડની માલ સામગ્રી કબજે કરી લેવામાં આવી છે, અને સમગ્ર મામલામાં ઉડાણપૂર્વકની તપાસ શરૂ કરાઇ છે. ઉપરાંત આ મામલે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી છે.




