
$8.6 બિલિયનનો મોટો કોન્ટ્રાક્ટ.અમેરિકા ઇઝરાયલને ૨૫ F-૧૫ ફાઇટર જેટ આપશે.પેન્ટાગોને બોઇંગને ઇઝરાયલી વાયુસેના માટે નવા હ્લ-૧૫ ફાઇટર જેટ બનાવવા મોટો કોન્ટ્રાક્ટ આપ્યો છે.અમેરિકા ઇઝરાયલને ૨૫ નવા F-15IA ફાઇટર જેટ આપશે. આ વિમાનો બનાવવા માટે અમેરિકાની એરક્રાફ્ટ કંપની બોઇંગને લગભગ ૮.૬ બિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. પેન્ટાગોને સોમવારે આ બાબતની સત્તાવાર જાહેરાત કરી હતી.
આ ર્નિણય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વચ્ચે થયેલી બેઠક બાદ લેવામાં આવ્યો છે. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં લશ્કરી સહયોગ પણ મહત્વનો મુદ્દો રહ્યો.પેન્ટાગોનના જણાવ્યા અનુસાર, આ કોન્ટ્રાક્ટ હેઠળ બોઇંગ ઇઝરાયલી વાયુસેના માટે ૨૫ નવા F-15IA ફાઇટર જેટનું ડિઝાઇન, નિર્માણ અને ડિલિવરી કરશે. આ સાથે જ કરારમાં ભવિષ્યમાં વધુ ૨૫ વિમાનો ખરીદવાનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે.
અમેરિકા લાંબા સમયથી ઇઝરાયલનો સૌથી મોટો શસ્ત્ર સપ્લાયર રહ્યો છે. જાેકે, ગાઝા પર ઇઝરાયલના હુમલાઓ બાદ અમેરિકા અંદર પેલેસ્ટિનિયન સમર્થક અને યુદ્ધ વિરોધી જૂથોએ ઇઝરાયલને આપવામાં આવતી લશ્કરી સહાય બંધ કરવાની માંગ ઉઠાવી છે. તેમ છતાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તે પહેલાંના વહીવટ દરમિયાન પણ આ સહાય ચાલુ રાખવામાં આવી છે. પેન્ટાગોને વધુમાં જણાવ્યું હતું કે આ કોન્ટ્રાક્ટ સંબંધિત મોટાભાગનું કામ અમેરિકાના સેન્ટ લુઇસ શહેરમાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ૩૧ ડિસેમ્બર ૨૦૩૫ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.




