
ફેબ્રુઆરી ૨૦૨૬માં પ્રભાસ કલકી ૨ શરૂ કરશે.પ્રભાસની સ્પિરિટના લૂકને સોશિયલ મીડિયા પર એનિમલની ‘કોપી-પેસ્ટ’ ગણાવાયો.સંદીપ રેડ્ડી વાંગાએ નવા વર્ષની શરૂઆતમાં જ ૩૧ ડિસેમ્બરે રાત્રે ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યો જેમાં પ્રભાસ અને તૃપ્તિ ડિમરી દેખાય છ.એક તરફ પ્રભાસની રાજાસાબનું ટ્રેલર લોંચ થઈ ગયું છે, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, બીજી તરફ પ્રભાસ અને તૃપ્તિ ડિમરીની સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’નો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર આ લૂકની ઘણા લોકોએ ટીકા કરી છે. પ્રભાસના આ લૂકની રણબીરની એનિમલના લૂક સાથે સરખામણી કરવામાં આવી રહી છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પ્રભાસના લૂકને રણબીરના લૂકની કોપી અને પેસ્ટ ગણાવાઈ રહ્યો છે.સંદીપ રેડ્ડી વાંગાએ નવા વર્ષની શરૂઆતમાં જ ૩૧ ડિસેમ્બરે રાત્રે ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કર્યાે છે. જેમાં પ્રભાસ અને તૃપ્તિ ડિમરી દેખાય છે. તરત જ આ લૂક વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. રણબીરની જેમ જ પ્રભાસના પણ લાંબા વાળ, વધેલી દાઢી અને ઘાયલ શરીર જાેઈને લોકોને રણબીરની યાદ આવી ગઈ હતી. લોકોએ કહ્યું હતું કે તેમને આ લૂક જાેઈને વાંગાએ જાણે એનિમલ પાર્કનો લૂક જાહેર કર્યાે હોય એવું લાગ્યું હતું. લોકોએ કહ્યું હતું કે દેખાવ, સ્પિરિટ અને પોસ્ચર બધું રણબીર જેવું લાગતું હતું. તો ઘણા લોકોએ એવું પણ કહ્યું હતું કે રણબીર આ લૂકમાં જેટલો સારો લાગતો હતો એટલો પ્રભાસને આ લૂક શોભતો નથી. લોકોએ સંદીપ રેડ્ડી વાંગાની પણ ટીકા કરી હતી કે તેણે વધુ મહેનત કરવાની જરૂર છે. લોકોએ કહ્યું હતું કે જાે છ કલાક પહેલાં વાંગાએ તેઓ પોસ્ટર જાહેર કરવાના છે એવી જાહેરાત ન કરી હોત તો એવું જ લાગ્યું હોત કે એનિમલનું પોસ્ટર ફરી રિલીઝ થયું છે. સાથે જ હવે પ્રભાસની બહુ લોકપ્રિય અને કમાણીના રેકોર્ડ તોડનારી ફિલ્મ કલકીના બીજા ભાગની પણ અપડેટ આવી ગઈ છે. ફેબ્રુઆરી ૨૦૨૬થી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ રહ્યું છે. સાઇ ફાઇ એપિક કલકિ ૨૮૯૮ એડીને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો અને આ એક અલગ જાેનરની ફિલ્મ હતી.
હવે કલકિ યુનિવર્સની સિક્વલનું કામ શરૂ થઈ રહ્યું છે. તેલુગુ અખબારોના અહેવાલો અનુસાર આ ફિલ્મના શૂટમાં એક મહિનો ડિલે થયું છે, તેથી હવે તે ફેબ્રુઆરી ૨૦૨૬માં શરૂ થશે. નાગ અશ્વિનની આ ફિલ્મ પર લાંબા સમયથી પ્રી પ્રોડક્શનનું કામ ચાલે છે. ફિલ્મની ટીમ બારીકીથી તેના સ્કેલ, એક્શન, વિઝયુઅલ ઇફેક્ટ્સના ભારે હિસ્સા પર મહેનત કરી રહી છે. પહેલી ફિલ્મને સફળતા મળવાથી સિક્વલની જવાબદારી પણ ઘણી વધી ગઈ છે. તેથી મેકર્સ તેની સ્ક્રિપ્ટની પણ નાની નાની બાબતો પર કામ કરી રહ્યા છે. તેઓ સ્ક્રિપ્ટની દરેક બાબતનું ટેન્કિકલ એક્ઝિક્યુશન યોગ્ય રીતે થાય તેની કાળજી રાખી રહ્યા છે. તેઓ બીજાે ભાગ એવો બનાવવા માગે છે, જેની સફળતા અને અસર પહેલા ભાગને પણ વટાવી જાય. પ્રભાસ હાલ એકથી વધુ મોટા પ્રોજેક્ટ વચ્ચે તારીખો વહેંચવા મથામણ કરી રહ્યો છે. તેથી તે ૨૦૨૬માં જ આ ફિલ્મ માટે તારીખો આપી દે એવી અપેક્ષા હતી. દીપિકા પાદુકોણને જ્યારે આ ફિલ્મમાંથી દૂર કરવામાં આવી તો તેની ઘણી ચર્ચા હતી, તેના કારણે ફિલ્મના શૂટ પર પણ સવાલ ઉઠ્યા હતા. બધું કામ અટકી પડ્યું હતું. એવા અહેવાલો હતા કે તેની વધારે પડતી ફીની માગણી અને કામના કલાકો બાબતની તેની દૃઢતાને કારણે તેને ફિલ્મમાંથી દુર કરાઈ હતી. ફિલ્મના પહેલા ભાગમાં દીપિકાનો રોલ ઘણો મહત્વનો હતો. હાલ મેકર્સ કોઈ નવી એક્ટ્રેસની શોધમાં છે, એવી પણ ચર્ચા હતી કે વારાણસીની ચર્ચા અને સફળતા પછી પ્રિયંકાને દીપિકાના રોલ માટે પસંદ કરવામાં આવશે.




