
વિનોદ ચાવડા ટકાવારીની દ્રષ્ટિએ પ્રથમ : ADR રિપોર્ટ.૧૦ વર્ષમાં જામનગરના સાંસદની મિલકત ૧૩૦ કરોડ વધી તો પાટિલની ઘટી.છેલ્લા ૧૦ વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સરેરાશ મિલકતમાં ૧૭.૩૬ કરોડનો વધારો થયો છે.ADR (એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ)ના રિપોર્ટ મુજબ દ્વારા ૨૦૧૪ થી ૨૦૨૪ વચ્ચેના રિપીટ થયેલા દેશના કુલ ૧૦૩ સાંસદોમાંથી ૧૦૨ સાંસદોના વખતો વખત ફાઇલ કરેલ સોગંદનામાનું વિશ્લેષણ કરીને તેમની મિલકતમાં થયેલ ફેરફાર અંગે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ૨૦૧૪માં સાંસદોની સરેરાશ મિલકત ૧૫.૭૬ કરોડ હતી, જે ૨૦૨૪માં વધીને ૩૩.૧૩ કરોડ થઈ છે. ગુજરાતના રિપીટ થયેલા ૭ સાંસદોની વાત કરીએ તો જામનગરના સાંસદની મિલકતમાં ૧૩૦ કરોડનો (૭૪૭%) વધારો જ્યારે નવસારીના સાંસદની મિલકતમાં ૩૪ કરોડનો (૪૭%) ઘટાડો જાેવા મળ્યો છે.
છેલ્લા ૧૦ વર્ષમાં રિપીટ થયેલા સાંસદોની સરેરાશ મિલકતમાં ૧૭.૩૬ કરોડનો વધારો થયો છે. ૨૦૧૪માં આ મિલકત ૧૫.૭૬ કરોડ હતી જ્યારે ૨૦૨૪ના ચૂંટણી વખતે રજૂ કરેલ સોગંદનામા અનુસાર સાંસદોની સરેરાશ મિલકત ૩૩.૧૩ કરોડ જેટલી છે. ટકાવારીમાં જાેઈએ તો આ વધારો ૧૧૦% જેટલો થાય છે.
છેલ્લી બે ટર્મ (૨૦૧૪-૨૦૧૯ અને ૨૦૧૯-૨૦૨૪) મુજબ દેશના જે સાંસદોની મિલકતમાં ધરખમ વધારો થયો છે તેવા ૧૦ સાંસદોમાંથી મહારાષ્ટ્રના સતારા લોકસભા ક્ષેત્રના સાસંદ ઉદયન રાજે પ્રતાપસિંહ મહારાજ ભોંસલે છે. તેમની મિલકત ૨૦૧૪માં ૬૦ કરોડથી વધીને ૨૦૨૪માં ૧૬૨ કરોડ થઈ છે. તેમાં ૨૬૮%નો વધારો થયો છે, બીજા ક્રમે ગુજરાતના જામનગરના સાંસદ પૂનમબેન માડમ છે. ૨૦૧૪માં તેમની મિલકત ૧૭ કરોડ દર્શાવેલ હતી જે ૨૦૨૪માં વધીને (સોગંદનામા અનુસાર) ૧૪૭ કરોડ થઈ છે. એટલે તેમાં ૧૩૦ કરોડનો તોતિંગ વધારો થયો છે. તમામ વિગતો છડ્ઢઇ દ્વારા ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪નાસોગંદનામા પરથી લીધેલ છે.
સાંસદોની મિલકતમાં વધારો (૨૦૧૪ – ૨૦૨૪), ૧૦ વર્ષમાં કેટલો વધારો-ઘટાડોરૂ.
-પૂનમબેન હેમંતભાઈ માડમ (જામનગર): તેમની મિલકત ૨૦૧૪ માં રૂ.૧૭ કરોડથી વધીને ૨૦૨૪ માં આશરે રૂ.૧૪૭ કરોડ થઈ છે. તેમાં ૧૦ વર્ષમાં ૭૪૭% નો વધારો જાેવા મળ્યો છે.
-વિનોદભાઈ લખાભાઈ ચાવડા (કચ્છ): તેમની મિલકતમાં સૌથી મોટો ટકાવારી ફેરફાર જાેવા મળ્યો છે. ૨૦૧૪ માં રૂ.૫૬ લાખથી વધીને ૨૦૨૪માં મિલકત રૂ.૭ કરોડ થી વધુ થઈ છે, જે ૧૧૬૩% નો વધારો થયો
-પ્રભુભાઈ નાગરભાઈ વસાવા (બારડોલી): ૨૦૧૪ માં રૂ.૧ કરોડથી વધુ મિલકત હતી, જે ૨૦૨૪ માં વધીને આશરે રૂ.૪.૭૦ કરોડ થઈ છે. કુલ વધારો ૧૯૫% રહ્યો
-જસવંતસિંહ સુમનભાઈ ભાભોર (દાહોદ): તેમની મિલકત ૨૦૧૪ માં રૂ.૧.૯૬ કરોડ હતી, જે ૨૦૨૪ માં વધીને રૂ.૪.૮૪ કરોડ થઈ છે. આ ૧૦ વર્ષમાં ૧૪૬% નો વધારો છે.
-રાજેશભાઈ નારણભાઈ ચુડાસમા (જૂનાગઢ): ૨૦૧૪ માં તેમની પાસે રૂ.૭૪ લાખથી વધુની મિલકત હતી, જે ૨૦૨૪ માં વધીને રૂ.૩.૩૪ કરોડથી વધુ થઈ છે. તેમાં ૩૪૯%નો વધારો થયો
-દેવુસિંહ ચૌહાણ(ખેડા) ): ૨૦૧૪ માં તેમની પાસે રૂ.૯૪ લાખથી વધુની મિલકત હતી, જે ૨૦૨૪ માં વધીને રૂ.૩.૪૯ કરોડથી વધુ થઈ, તેમાં ૨૭૧%નો વધારો થયો
-સી. આર. પાટિલ(નવસારી): ૨૦૧૪માં તેમની પાસે રૂ.૭૪ કરોડથી વધુની મિલકત હતી, જે ૨૦૨૪માં ઘટીને રૂ.૩૯ કરોડ થઈ, તેમની સંપત્તિમાં ૪૭%નો ઘટાડો જાેવા મળ્યો
ગુજરાતના ૭ રિપીટ (ફરીથી ચૂંટાયેલા) સાંસદોની ૨૦૧૪ થી ૨૦૨૪ દરમિયાન એટલે છેલ્લી બે ટર્મની મિલકતમાં થયેલા ફેરફારની વિગતો છે. તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે:
સાંસદોની મિલકતમાં વધારો/ઘટાડો (૨૦૧૪-૨૦૨૪)
સૌથી વધુ ટકાવારી વધારો: કચ્છના સાંસદ વિનોદ લખાભાઈ ચાવડાની મિલકતમાં સૌથી વધુ ૧૧૬૩% નો વધારો થયો છે. (૨૦૧૪માં ૫૬ લાખ, ૨૦૨૪માં ૭ કરોડ)
સૌથી વધુ રકમનો વધારો: જામનગરના સાંસદ પૂનમબેન માડમની મિલકત રૂ.૧૭ કરોડથી વધીને રૂ.૧૪૭ કરોડ (આશરે રૂ.૧૩૦ કરોડનો વધારો) થઈ છે.
મિલકતમાં ઘટાડો: છેલ્લી બે ટર્મમાં ૭ રિપીટ થયેલા સાંસદોમાંથી માત્ર સી. આર. પાટિલ (સાંસદ નવસારી)ની મિલકતમાં ૪૭% નો ઘટાડો જાેવા મળ્યો છે, જે રૂ.૭૪ કરોડથી ઘટીને રૂ.૩૯ કરોડ થઈ છે.




