
વધારાના ૧૫,૦૦૦ ડોલર ખર્ચવા પડશે.અમેરિકાએ ૭ દેશો માટે કડક કર્યા પોતાના વિઝાના નિયમ.અમેરિકાનું કહેવું છે કે, તેનો ઉદ્દેશ વિઝા પીરિયડથી વધારે સમય સુધી અમેરિકામાં રોકાવાની ઘટનાઓને ઓછી કરવાનો છે.અમેરિકા સતત પોતાની ઈમીગ્રેશન અને વિઝા પોલિસીને વધારે કડક બનાવી રહ્યું છે. આ કડીમાં દેશે પોતાની વિવાદિત વિઝા બોન્ડ પોલિસીનું સર્કલ વધારે મોટું કરી દીધું છે.
તેના હેઠળ હવે કેટલાક દેશોના નાગરિકોને વિઝા અરજી કરતા સમયે ૧૫,૦૦૦ ડોલર સુધીનું રિફંડેબલ બોન્ડ જમા કરાવવું પડી શકે છે. આ ર્નિણયથી પ્રભાવિત દેશોના નાગરિકો માટે અમેરિકાની યાત્રા અને માઈગ્રેશન ખર્ચ ઘણો વધી જશે.
કયા દેશ જાેડાઈ ગયા લિસ્ટમાં?- યૂ.એસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ લિસ્ટમાં ૭ નવા દેશોને સામેલ કર્યા છે. આમાં ભૂટાન, બોત્સવાના, સેન્ટ્રલ આફ્રીકન રિપબ્લિક, ગિની, ગિની-બિસાઉ, નામીબિયા અને તુર્કમેનિસ્તાન સામેલ છે. એસોસિએટેડ પ્રેસના અનુસાર, આ ર્નિણય ૧ જાન્યુઆરીથી લાગુ થઈ ચૂક્યો છે.
આ નવા નામો જાેડાયા બાદ લિસ્ટમાં સામેલ દેશોની કૂલ સંખ્યા ૧૩ થઈ ગઈ છે, જેમાં મોટાભાગના આફ્રીકી દેશ છે. આ પોલિસી પહેલીવાર ગત વર્ષે લાગુ કરવામાં આવી હતી, જ્યાં ઓગસ્ટ અને ઓક્ટોબરમાં મોરિટાનિયા, તંજાનિયા, ગામ્બિયા, મલાવી અને જામ્બિયા જેવા દેશોને લિસ્ટમાં જાેડવામાં આવ્યા હતા.
આ પોલિસી હેઠળ નિર્ધારિત દેશોના વિઝા એપ્લીકેન્ટ્સ પાસેથી ૫,૦૦૦થી ૧૫,૦૦૦ ડોલર સુધીના બોન્ડ જમા કરાવવા માટે કહેવામાં આવી શકે છે. અમેરિકા અધિકારીઓનું કહેવું છે કે, તેનો ઉદ્દેશ વિઝા પીરિયડથી વધારે સમય સુધી અમેરિકામાં રોકાવાની ઘટનાઓને ઓછી કરવાનો છે.
અરજદારો માટે શું મહત્વની બાબતો- જરૂરી નથી કે, બોન્ડ જમા કરાવ્યા બાદ તમને વિઝા મળી જાય. જાે વિઝા એપ્લીકેશન રિજેક્ટ થઈ જાય છે, તો બોન્ડનું એમાઉન્ટ પરત કરી દેવામાં આવશે. જાે વિઝા મળી જાય છે, તો શરતોનું પાલન કરવા અને નક્કી સમય પર અમેરિકા છોડ્યા બાદ બોન્ડ પરત કરી દેવામાં આવે છે.
યાત્રીઓ માટે શું મહત્વનું?- આ બોન્ડ વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને નાના વ્યવસાયિક પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ નાણાકીય અવરોધ બની શકે છે. ઇં૧૫,૦૦૦ના બોન્ડ, જે ભારતીય ચલણમાં ?૧.૨ મિલિયનથી વધુ છે, તેનાથી મુસાફરી પહેલાં ઘણા મહિનાઓ સુધી ભંડોળ એકત્ર કરવાની જરૂર પડી શકે છે. આ પગલાથી ખાસ કરીને ઓછી આવક ધરાવતા દેશોના લોકો માટે વિઝા પ્રક્રિયા માત્ર લાંબી જ નહીં પણ વધુ ખર્ચાળ પણ બની છે.




