
‘દ બ્લફ’ નું અધિકૃત ટ્રેલર રિલીઝ.અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ચાંચીયામાં રોલમાં જીવ રેડયો.પ્રિયંકા આ ફિલ્મમાં એક પૂર્વ સમુદ્રી લૂંટારૂનો રોલ કરી રહી છે, જેને ટ્રેલરમાં ‘બ્લડી મેરી’ તરીકે ઓળખાવવામાં આવી છે.પ્રિયંકા ચોપડા અને કાર્લ અર્બન અભિનિત ફિલ્મ ‘દ બ્લફ’ નું અધિકૃત ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. પ્રાઇમ વિડિયોએ પોતાના યુટ્યુબ ચેનલ પર બે મિનિટથી વધુ લાંબો આ ટ્રેલર શેર કર્યાે છે, જેમાં પ્રિયંકાનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક અને શક્તિશાળી અવતાર જાેવા મળી રહ્યો છે.ટ્રેલરમાં પ્રિયંકા પોતાની દીકરીને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે એવી માતાની ભૂમિકામાં જાેવા મળે છે.
કાર્લ અર્બનની આગેવાનીમાં કેટલાક લોકો તેનો પીછો કરતા દેખાય છે. આ દરમિયાન પ્રિયંકા નિ:શસ્ત્ર હાથો, ચાકૂ, પથ્થરો અને તલવારથી દુશ્મનો સામે લડતી નજરે પડે છે. ટ્રેલરમાં ભયાનક અથડામણો અને અનેક ડ્રામેટિક દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે.પ્રિયંકા આ ફિલ્મમાં એક પૂર્વ સમુદ્રી લૂંટારૂનો રોલ કરી રહી છે, જેને ટ્રેલરમાં ‘બ્લડી મેરી’ તરીકે ઓળખાવવામાં આવી છે. તેનો ભૂતકાળ ફરી સામે આવે છે અને તે એવી લડાઈઓ લડવા મજબૂર બને છે, જેને તે લાંબા સમયથી પાછળ છોડવા માંગતી હતી. પ્રિયંકાનો આ જાેશીલો અને ર્નિદય અવતાર દર્શકોને ઝંકૃત કરી દે છે.પ્રિયંકા અને કાર્લ અર્બન ઉપરાંત ફિલ્મમાં ટેમુએરા મોરિસન પણ મહત્વની ભૂમિકામાં છે. અમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત અને ળેન્ક ઈ. ફ્લાવર્સ દિગ્દર્શિત ફિલ્મ ‘દ બ્લફ’ ૨૫ ફેબ્રુઆરીએ પ્રાઇમ વિડિયો પર રિલીઝ થવાની છે.




