
દબાણ કરનારાઓને નોટીસ આપવામાં આવી.અમદાવાદમાં આસારામ આશ્રમના દબાણ દૂર કરવામાં આવશે.આ ૩૨ એકમો દ્વારા ઈમ્પેક્ટની અરજી કરવામાં આવી હતી, જે અરજી કોર્પોરેશન દ્વારા ના મંજૂર કરવામાં આવી હતી.અમદાવાદમાં આસારામ આશ્રમના દબાણ દૂર કરવામાં આવશે. આ દબાણો સરકારી જગ્યા પર થયેલા હોવાનું સામે આવ્યું છે. જેથી આ દબાણો દૂર કરવા માટે આશ્રમને નોટીસ આપવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. ૩૨ એકમો પર દબાણો ઉભા કરી દેવાતા નોટીસ આપવામાં આવી છે.
અમદાવાદ મહાનગર પાલિકાની લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કહ્યું હતું કે, અમદાવાદમાં આસારામ આશ્રમના દબાણો દૂર કરવામાં આવશે. અહીં સરકારી જગ્યા પર ૩૨ એકમો દ્વારા દબાણો કરવામાં આવ્યા હોવાથી નોટીસ આપવામાં આવી છે. આ ૩૨ એકમો દ્વારા ઈમ્પેક્ટની અરજી કરવામાં આવી હતી. જે અરજી કોર્પોરેશન દ્વારા ના મંજૂર કરવામાં આવી હતી.
આ અરજી ના મંજૂર થતાં ગુડામાં અરજી કરાઈ હતી. જેથી આ અરજીનો ઝડપથી નિકાલ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. હવે આ દબાણો દૂર કરીને તે જગ્યા પર સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. આ અરજીનો ઝડપથી નિકાલ થાય તે માટે કોર્પોરેશન દ્વારા એક ખાસ વકીલ રાખવામાં આવશે.




