
ઉત્તરપ્રદેશ રાજ્ય માહિતી પંચે એક ચુકાદો.RTI કાયદા હેઠળ કોઇના વૈવાહિક જીવનની વિગતો માગી શકાય નહીં.ઉત્તરપ્રદેશ રાજ્ય માહિતી પંચનો ચુકાદો: એક મહિલાએ તેના પતિએ બીજા લગ્ન કર્યાં છે કે નહીં તેની માહિતી માગી હતી.ઉત્તરપ્રદેશ રાજ્ય માહિતી પંચે એક ચુકાદામાં જણાવ્યું હતું કે માહિતી અધિકાર (RTI) ધારા હેઠળ કોઇ વ્યક્તિની વૈવાહિક જીવનની વિગતો માગી શકાય નહીં. આ કાયદો પારદર્શકતા માટે છે. તે પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના ખાનગી સંબંધોનું સામાજિક રજિસ્ટર નહીં. ખાનગી વૈવાહિક સંબંધોની તપાસ માટે RTI કાયદાનો ઉપયોગ કરી શકાતો નથી.સંત કબીર નગરની એક મહિલાની અરજીને ફગાવી દઈ રાજ્ય માહિતી કમિશનર મોહમ્મદ નદીમની અધ્યક્ષતાવાળી ખંડપીઠે ગુરુવારે આ ચુકાદો આપ્યો હતો.
પતિથી અલગ થયા પછી મહિલાએ ૫ જુલાઈ, ૨૦૨૩એ એક RTI અરજી કરી કરીને માહિતી માગી હતી કે તેના પતિએ છૂટાછેડા લીધા વગર બીજા લગ્ન કર્યા છે કે નહીં. આ મહિલાએ માહિતી માગી હતી કે તેના પતિ સાથે રહેતી સ્ત્રી કાયદેસર રીતે તેની પત્ની છે કે નહીં અને શું તેમના વૈવાહિક દરજ્જાની વિગતો ગામના વડા પાસે ઉપલબ્ધ છે કે નહીં. પતિને બીજા લગ્નથી થયેલા બાળકોના નામ અને ઉંમરની વિગતો પણ તેને માંગી હતી.જાહેર માહિતી અધિકારીએ જવાબ આપ્યો હતો કે ગ્રામ પંચાયતના રેકોર્ડમાં આવી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આ જવાબથી સંતોષ ન થતાં અરજદાર મહિલાએ રાજ્ય માહિતી પંચમાં અપીલ કરી હતી.રાજ્ય માહિતી પંચે અવલોકન કર્યું હતું કે ગ્રામ પંચાયતો નાગરિકોના વૈવાહિક જીવન, ખાનગી સંબંધો અથવા કૌટુંબિક વિવાદોના રેકોર્ડ જાળવી રાખે તેવી અપેક્ષા રાખવી એ RTI કાયદાના કાર્યક્ષેત્ર બહારની વાત છે. આરટીઆઈ કાયદામાં નાગરિકોનો વધતો વિશ્વાસ સકારાત્મક છે, પરંતુ આ વિશ્વાસ એવા સ્તરે પહોંચવો જાેઈએ નહીં, જ્યાં તે એવી માહિતી પૂરી પાડવાની અપેક્ષા રાખવામાં આવે કે જે અસ્તિત્વમાં જ નથી.




