
૭૭મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં રજૂ કરવામાં આવેલા ગુજરાતના ટેબ્લોએ વર્ષ 2026માં સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ કેટેગરી”મા પ્રથમ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.
માહિતી અને પ્રસારણ સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર શ્રી કિશોર બચાણી દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ વિજેતા ટ્રોફી અને પ્રશંસાપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, મુખ્યમંત્રી કાર્યાલયના અગ્ર સચિવશ્રી સંજીવકુમાર તથા માહિતી કમિશનર કચેરીના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




