
ગુજરાતના રાજકારણમાં કરી નવી જાહેરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ ખેડૂતો માટે કરજ માફી માટે પૂર્વ મુખ્યમંત્રીની યોજાશે જાહેર સભા, જેમાં દેશભરમાંથી જુદા-જુદા ક્ષેત્રના આગેવાનો જાેડાશે
રાજકોટમાં આજે કંઈક એવું થયુ જેની ચર્ચા હાલ દરેક નાકે થઈ રહી છે. આ ચર્ચા છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના આંદોલનની. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટર લાગ્યા છે કે, ૨૬ ફેબ્રુઆરીના રેસકોર્ષ મેદાનમાં જાહેર સભા યોજાશે. હોર્ડિંગમાં લખવામાં આવ્યું ‘સબ કા હોગા કર્ઝા માફ!..‘ આખરે રાજકોટના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાએ આ કેવી હલચલ જગાવી છે તે જાેઈએ.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેદાને આવ્યા છે. રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં હોર્ડિંગ બોર્ડ લગાવી આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આગામી ૨૬ ફેબ્રુઆરીના રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જાહેર સભા સંબોધન કરશે. જેમાં હોર્ડિંગમાં ‘સબ કા હોગા કર્ઝા માફ!’ તેવું લખવામાં આવતા લોકોમાં આકર્ષણ ઉભું થયું છે.
દેશભરના અલગ અલગ રાજ્યોમાં કર્જા માફી માટે આંદોલન ચાલી રહ્યું છે. તેની વચ્ચે હવે ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આંદોલનનું બ્યૂગલ રાજકોટથી કરી રહ્યા છે. આ જાહેરસભામાં દેશભરમાંથી અલગ અલગ ક્ષેત્રના આગેવાનો રાજકોટ આવશે. છેલ્લા ઘણા સમયથી કર્જ માફી માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં કર્જા માફીનું આંદોલન કરી સરકાર સામે બાયો ચઢાવવાની તૈયારીઓ કરી છે ત્યારે આ આંદોલનમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.




