
પાકિસ્તાન હારવાની અણીએ આવી ગયું હતું નેધરલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં પાકિસ્તાનની જીત જાે છેલ્લે-છેલ્લે એક કોચ પકડી લેવામાં આવ્યો હોત તો પાકિસ્તાન માટે જીતવું લગભગ અશક્ય જ હતું
ટી૨૦ વર્લ્ડ કપના પહેલા દિવસે જ ખૂબ જ રોમાંચક મેચ જાેવા મળી છે. નેધરલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં મોટો ઉલેટફેર થતાં-થતાં રહી ગયો. જાે છેલ્લે-છેલ્લે એક કોચ પકડી લેવામાં આવ્યો હોત તો પાકિસ્તાન માટે જીતવું લગભગ અશક્ય જ હતું. કોલંબોમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. નેધરલેન્ડની ટીમે ૧૪૮ રન કર્યા હતા. જેના જવાબમાં રનચેઝ કરતી પાકિસ્તાનની ટીમને રીતસર ફાંફા પડી ગયા હતા. એક વખતે એવું લાગતું હતું કે પાકિસ્તાન હારવાની અળીએ આવી ગયું છે. પરંતુ ફહીમ અશરફે બાજી બદલી નાંખી. જાેકે, તેનો કેચ મિસ થયો ન હોત તો કદાચ પરિણામ અલગ હોત.
૧૪૮ રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનની ટીમ ૧૮ ઓવરમાં સાત વિકેટે ૧૧૯ રન બનાવી હારની નજીક જઇ રહી હતી. પરંતુ છેલ્લી બે ઓવરમાં ૨૯ રન બનાવીને બાજી પલટી નાંખી. ફહીમ પાકિસ્તાન માટે ગેમ ચેન્જર બન્યો. તેણે ૧૧ બોલ પર ૨૯ રન કર્યા. જેમાં ૩ છગ્ગા ફટકાર્યા હતા.
૧૯મી ઓવરે આખી મેચ બદલી નાખી. લોગન વાન બીક ૧૯મી ઓવર કરવા આવ્યો હતો અને પાકિસ્તાનના ફહીમ અશરફ અને શાહીન આફ્રિદીએ આ ઓવરમાં ૨૪ રન બનાવ્યા હતા. ફહીમે ઓવરના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો, પરંતુ મેક્સ ઓ‘ડાઉડે બીજા બોલ પર ફહીમનો આસાન કેચ છોડી દીધો. ત્યારબાદ ફહીમે તેને મળેલા જીવનનો પૂરો ફાયદો ઉઠાવ્યો, તેણે આગામી ચાર બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગા ફટકાર્યા હતા.
છેલ્લી ઓવરમાં જીત માટે પાંચ રનની જરૂર હતી, પરંતુ પાકિસ્તાને ત્રણ બોલમાં પાંચ રન બનાવ્યા. આમ, પાકિસ્તાને ૧૯.૩ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. ફહીમે ૧૧ બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૨૯ રન બનાવ્યા, જ્યારે શાહીન આફ્રિદી પાંચ રન બનાવીને અણનમ રહ્યો.




