
આગામી ૧૧ મહિના માટે બંધ રહેશે.અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનો પર ૮ જાન્યુઆરી પ્રતિબંધ.શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટર જર્જરિત હોવાથી ભારે વાહની અવરજવર બંધ કરવામાં આવી છે.અમદાવાદનો નારોલ-વિશાલાને જાેડતા શાસ્ત્રી બ્રિજ પર હવે ભારે વાહનો પસાર નહિ થઇ શકે, ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લેવાયો છે. ૮ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ જાહેર કરાયો છે. બ્રિજના બેરિંગ અને પેડેસ્ટર જર્જરિત હોવાથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે.
અમદાવાદમાં હાલ સુભાષ બ્રિજના સમારકામની કામગીરી ચાલુ છે. ત્યારે હવે શાસ્ત્રીબ્રિજથી પિરાણા સુધીનો રસ્તો આગામી ૧૧ મહિના માટે બંધ રહેશે. જેમા વિશાલા સર્કલથી પિરાણા ચાર રસ્તા સુધીનો ચાર કિલોમીટરના રસ્તો પર ભારે, મઘ્યમ અને પેસેન્જર વાહનોની અવરજવર માટે બંધ રહેશે. વિશાલા સર્કલથી પિરાણા સર્કલ સુધીનો ચાર કિલોમીટરનો રસ્તો ભારે, મઘ્યમ અને પેસેન્જર વાહનો માટે બંધ રહેશે. બ્રીજના રેપિરિંગની કામગીરી આગામી ૧૧ મહિના સુધી ચાલશે.
આ બ્રીજ બંધ થતા વાહન ચાલકોએ ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનો રહેશે.જેમાં લાંભા જશોદાનગરથી આવતા આવતા વાહનોને પીરાણા જંકશનથી જમણી બાજુ ડમ્પીંગ સાઇટથી બહેરામપુરા થઇને આંબેડકર બ્રિજથી અંજલી ચાર રસ્તાથી વાસણા વિશાલા તરફ જઇ શકાશે. જ્યારે સરખેજ જુહાપુરાથી આવતા વાહન ચાલકોને અંજલી ચાર રસ્તાથી આંબેડકર બ્રિજ થઇ કેલીકો મિલથી પિરાણાના તરફ આવવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. બ્રિજ પર રાતના સમયે વાહનચાલકો પસાર ન થાય તે માટે વિશેષ ટ્રાફિક વ્યવસ્થા સાથે સ્ટાફને બંદોબસ્તમાં મુકવામાં આવશે. ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે અને નાગરિકોને સૂચના આપવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે. જાે કે આ વૈકલ્પિ માર્ગ પર બ્રીજ બંધ થતાં ૧૧ મહિના સુધી ટ્રાફિક વધવાની શક્યતા છે.
અમદાવાદમાં એસપી રિંગ રોડ પર ઔડા-પોલીસે ડિવાઈડર કટ બંધ કરાતા સ્થાનિકોએ વિરોધ કર્યો છે. આજે સ્થાનિકોએ ચક્કાજામ કરતા વાહનોની લાંબી લાઈનો જાેવા મળી હતી. ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફનો ડિવાઈડર કટ બંધ કરાયું છે. ડિવાઈડર કટ બંધ કરાતા લોકોને ૩થી ૪ કિમીનો ફેરો થાય છે. આ સમસ્યાના કારણે સ્થાનિકોએ ડિવાઈડર કટ ખોલવા સ્થાનિકોનું સિગ્નેચર કેમ્પેઈન શરૂ કર્યું છે. રજૂઆત બાદ પણ પ્રશ્નનું નિરાકરણ ન આવ્યાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યાં છે.




