
બારીઓમાંથી કાપલી પહોંચાડતા હતા બોર્ડની પરીક્ષામાં નકલ કરાવતા વાલીઓ ડ્રોનમાં ઝડપાઈ ગયા મહારાષ્ટ્રના ચૌસાલામાં એક મહાવિદ્યાલયમાં આયોજિત ૧૨મા ધોરણની પરીક્ષામાં ખુલ્લેઆમ નકલની ઘટના સામે આવી
બોર્ડ પરીક્ષા દરમિયાન નકલ માટે યુપી અને બિહાર લાંબા સમયથી બદનામ રાજ્ય છે. આ રાજ્યોમાંથી નકલ કરવાની તસવીરો હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. પણ આ વખતે બોર્ડ પરીક્ષા ૨૦૨૬ની સૌથી ચર્ચિત તસવીર અને વીડિયો યુપી-બિહાર નહીં પણ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. જ્યાં બીડ જિલ્લાની આ તસવીર ૧૨મા ધોરણની પરીક્ષાના પ્રથમ દિવસની છે. અહીં ચૌસાલામાં એક મહાવિદ્યાલયમાં આયોજિત ૧૨મા ધોરણની પરીક્ષા દરમિયાન ખુલ્લેઆમ નકલ કરવાની ઘટના સામે આવી છે.
મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગ તરફથી દેખરેખ રાખવા માટે ઉડાવવામાં આવેલા ડ્રોન કેમેરામાં નકલની ઘટનાઓ રેકોર્ડ થઈ છે. ડ્રોન ફૂટેજમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે પરીક્ષા કેન્દ્રની બારી અને દીવાલો પર મોટી સંખ્યામાં લોકો ચઢેલા છે. તેમાંથી છાત્રોના વાલીઓ પણ સામેલ હતા. જે પરીક્ષા આપી રહ્યા છે, તે બાળકો સુધી જવાબની કાપલી પહોંચાડવામાં આવી રહી હતી. નકલનો વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
બિહાર બોર્ડની પરીક્ષા ૧૭ ફેબ્રુઆરીથી શરુ થવાની છે. અહીં ૨૫ ફેબ્રુઆરી સુધી પરીક્ષા ચાલશે. પરીક્ષામાં નકલ રોકવા માટે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. એક સમય હતો, જ્યારે મહારાષ્ટ્રની હાલની તસવીરો જેવા જ ફૂટેજ બિહારમાંથી આવ્યા હતા. બિહાર બોર્ડ પરીક્ષા દરમિયાન લેવાયેલી તસવીરો ૧૯ માર્ચ ૨૦૧૫ના વૈશાલી જિલ્લાની છે. જ્યાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને વાલીઓ અને સંબંધીઓ નકલ કરવા માટે બિલ્ડિંગ પર ચઢીને કાપલી પકડાવી રહ્યા હતા. બિહારમાં નકલની સૌથી ચર્ચિત ઘટના વર્ષ ૨૦૧૬માં સામે આવી હતી. જ્યાં બોર્ડ પરીક્ષામાં ધાંધલી કરીને ૧૨મા ધોરણની એક વિદ્યાર્થિની રૂબી રાયને ટોપર બનાવી દીધી હતી. આ છાત્રા પોલિટિકલ સાયન્સનો યોગ્ય રીતે ઉચ્ચારણ પણ નહોતી કરી શકી. ટૂંક સમયમાં તેની ધરપકડ કરી લીધી હતી.
આ તસવીર હરિયાણા બોર્ડ પરીક્ષા ૨૦૨૪ની છે. નૂંહ જિલ્લાના ટૌરુમાં ચંદ્રાવતી સ્કૂલમાં ૧૦મા બોર્ડની પરીક્ષા દરમિયાન લોકો સ્કૂલની દીવાલો પર ચઢીને ચિટ કરતા દેખાયા હતા. તેમાં પરીક્ષા આપી રહેલા સ્ટુડન્ટ્સના વાલીઓ પણ હતા. અહીં પરીક્ષા શરુ થવાના થોડી વાર પહેલા પેપર લીક થવાના સમાચાર પણ આવી ચૂક્યા છે.




