
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
ભારત વિશ્વની સહુથી મોટી લોકશાહીનો વિશાળ દેશ છે. એમાં ભારતની ખાસીયત એ છે કે વિવિધ જાતિ, જ્ઞાતિ અને ધર્મના લોકો થી બનેલો આ દેશ એકતા અને અખંડિતતાનું પ્રતિક છે. આ લોકશાહી દેશના બંધારણે દરેક નાગરિકને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપ્યો છે. જેના આધારે પ્રજા પોતાની સમસ્યાઓ લેખીત કે મૌખિક રીતે સત્તાધિશો સમક્ષ રજુઆત કરીને સમસ્યાઓ ના નિરાકરણ માટે અપીલ કરી શકે છે.
ત્યારે આવી જ એક લાઠી તાલુકાના અડતાળા ગામે પાણીની સમસ્યા અંગે ઉપસરપંચ ને રજુઆત કરવા જનારા ગ્રામજનો ને ડંડા (ધોકા) વડે માર મારવા ઉપરાંત રિવોલ્વર બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપવા બદલ લાઠી પોલીસ સ્ટેશને માથાભારે ઉપસરપંચ અને એના અન્ય ચાર મળતિયાઓ એમ પાંચ વિરુધ્ધ લાઠી પોલીસ માં ગુન્હો નોંધાતા માથાભારે સરપંચ ને ભાગતા-દોડતા થઇ જવું પડયું છે.
અન્ય બનાવ માં માણાવદરનાં ભાજપના જ ધારાસભ્ય અરવિંદ લાડાણી એ એક પાટીદાર યુવાન ને નવરાત્રીના સમય ની બબાલ ના કારણે ખુલ્લી ધમકી આપતા જણાવ્યું હતું કે માણાવદરમાં તારો ધંધો સમેટીને જતો રહેજે. અને તારામાં ત્રેવડ હોય તો ગમે તેને લઇ આવજે એને મારી નાખીશ, મારૂ કોઇ કાંઇ ઉખાડી લેવાનું નથી. ઉપરાંત પેલા યુવાન ને ગાળો આપતા ભાજપ MLA કહે છે કે તમે કણબીનાં પેટના જ નથી, તમારામાં પાણી ખુટી ગયું છે. એટલુજ નહિ પાછા MLA એમ પણ કહે છે કે મારી સામે તારે જે કરવું હોય તે કરી લેજે.
આમ ઉપરોક્ત બન્ને ઘટનાઓ ને કોઈ પાર્ટીની દ્રષ્ટિએ ના જોઇએ તો પણ એક છે ગામનો ઉપસરપંચ, બીજા છે ગુજરાતના MLA શું આ બન્ને વ્યક્તિઓ આ રીતે પ્રજાને ડંડા(ધોકા) રીવોલ્વર બતાવે કે મૌખિક ખુલ્લે આમ ધમકી આપે એ કેટલી હદે યોગ્ય છે? શું લોકશાહી દેશમાં બોલવાની આઝાદી એટલે દાદાગીરી કરવાની આઝાદી તો બિલકુલ જ નહી, એક બાજુ ભાજપ સરકાર આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય ચૈતર વસાવાને સામાન્ય બોલાચાલી ના કેસ માં FIR નોંધીને જેલ ભેગા કરે છે. લાઠી પોલીસ ઉપસરપંચ જીતુભાઈ વાળા વિરુધ્ધ ગુન્હો નોંધે છે ત્યારે ભાજપ MLA અરવિંદ લાઠાણી વિરુધ્ધ ધાક ધમકીનો ગુન્હો કેમ નહી નોંધવો?




