
ગેંગસ્ટરની ધમકીથી બોલિવૂડમાં સુરક્ષાની ચિંતા સૈફ, અમિતાભ અને અભિષેક બચ્ચન માટે સુરક્ષા વધારવાની માગ AICWA એ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખી કલાકારો અને શૂટિંગ સ્થળોએ પોલીસ બંદોબસ્ત વધારવા રજૂઆત કરી
મુંબઈમાં ગેંગસ્ટરની કથિત ધમકીઓ વચ્ચે ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિયેશન (AICWA)એ અભિનેતા સૈફ અલી ખાન, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સહિત ફિલ્મી હસ્તીઓની સુરક્ષા વધારવાની માગ કરી છે. એસોસિયેશનના પ્રમુખ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. તેની નકલ મુંબઈ પોલીસ કમિશનર દેવેન્દ્ર ભારતીને પણ મોકલવામાં આવી છે.AICWA ના જણાવ્યા અનુસાર, ગેંગસ્ટરોએ આ કલાકારોને ધમકી આપી હોવાની સાથે તેમની પાસે ૨૦૦ શૂટર્સ હોવાનો દાવો પણ કર્યાે છે. જુહુમાં અભિનેતા ટાઇગર શ્રોફ સાથે જાેડાયેલી ફાયરિંગની ઘટના બાદ ફિલ્મ ઉદ્યોગમાં ચિંતા વધી છે. સુરક્ષાની આશંકાને કારણે શહેરમાં ફિલ્મોનાં શૂટિંગનું કામ પણ ધીમું પડ્યું હોવાનો એસોસિયેશનનો દાવો છે. તેની અસર રોજિંદા ધોરણે કામ કરતા ટેન્કિશિયન, સેટ વર્કર્સ, કલાકારો અને અન્ય કર્મચારીઓની રોજીરોટી પર પડી શકે છે. એસોસિયેશને સરકાર સમક્ષ પાંચ માગણીઓ મૂકી છે. તેમાં સૈફ, અમિતાભ, અભિષેક અને તેમના પરિવારને વધારાની સુરક્ષા, મુંબઈમાં ફિલ્મી હસ્તીઓ અને દિગ્દર્શકોની સલામતી, શૂટિંગ સ્થળોએ પૂરતો પોલીસ બંદોબસ્ત, ગેંગસ્ટરો સામે કડક કાર્યવાહી તથા પ્રેસ કોન્ફરન્સ અને જાહેર કાર્યક્રમો દરમિયાન દેખરેખ રાખવાનો સમાવેશ થાય છે. AICWA એ જણાવ્યું કે ફિલ્મ ઉદ્યોગ સાથે મોટી સંખ્યામાં લોકોની રોજીરોટી જાેડાયેલી છે. તેથી કલાકારો અને કર્મચારીઓ ભય વિના કામ કરી શકે તે માટે સરકાર અને પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવાં જરૂરી છે.




