
ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭.દીકરીઓ માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના જાહેર કરાઈ.ગાંધીનગર વિધાનસભામાં રજૂ થયેલા ૪,૦૮,૦૫૩ કરોડના બજેટ ૨૦૨૬-૨૭ માં મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર.ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ગાંધીનગર ખાતે આવેલી વિધાનસભાના સત્રના ત્રીજા દિવસે રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્યથી વર્ષ ૨૦૨૬ ૨૭ નું ઐતિહાસિક અને અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું છે. કુલ ૪,૦૮,૦૫૩ કરોડ રૂપિયાના આ વિક્રમી બજેટમાં ખાસ કરીને રાજ્યની મહિલાઓ, વિધવા બહેનો અને અભ્યાસ કરતી દીકરીઓના આર્થિક તેમજ સામાજિક ઉત્કર્ષ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે.
નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સતત ૫ મી વખત અંદાજપત્ર રજૂ કરીને ગુજરાતના રાજકીય ઇતિહાસમાં એક નવો અને ગૌરવપૂર્ણ વિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. રાજ્ય સરકારનું આ સર્વગ્રાહી અને સર્વ સમાવેશી બજેટ મુખ્યત્વે પાંચ મજબૂત સ્તંભો પર આધારિત છે. આ સ્તંભોમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર), આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ (હરિયાળો વિકાસ) નો સમાવેશ થાય છે. આ તમામ ક્ષેત્રોના સંતુલિત વિકાસ માટે ૪,૦૮,૦૫૩ કરોડ રૂપિયાની વિશાળ ફાળવણી કરવામાં આવી છે, જેમાં નારીશક્તિને આર્ત્મનિભર બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ટેકનિકલ અને ઔદ્યોગિક શિક્ષણમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે અને તેઓ રોજગારીની નવી તકો પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકારે એક નવી જ યોજનાની ભેટ આપી છે. રાજ્યની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI)માં વ્યવસાયિક અભ્યાસ કરતી તમામ દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ મહત્વાકાંક્ષી યોજનાના સફળ અમલીકરણ અને દીકરીઓને સીધો લાભ પહોંચાડવા માટે બજેટમાં ૪૦ કરોડ રૂપિયાની માતબર જાેગવાઈ કરવામાં આવી છે. આ કદમથી રાજ્યની યુવતીઓ કૌશલ્ય નિર્માણ ક્ષેત્રે આગળ વધશે અને ઉદ્યોગોમાં તેમનો હિસ્સો વધશે. દીકરીઓના શાળાકીય શિક્ષણને વેગ આપતી નમો લક્ષ્મી યોજના માટે પણ સરકાર દ્વારા તિજાેરી ખોલવામાં આવી છે. ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશ (એનરોલમેન્ટ રેશિયો) માં આ યોજનાના કારણે છેલ્લા બે વર્ષમાં ખૂબ જ નોંધપાત્ર અને સકારાત્મક વધારો જાેવા મળ્યો છે. આ શૈક્ષણિક સફળતાને અકબંધ રાખવા માટે ચાલુ વર્ષના બજેટમાં આ યોજના પાછળ ૧૨૫૦ કરોડ રૂપિયાની માતબર ફાળવણી કરવામાં આવી છે.
આ ઉપરાંત, સમાજની વિધવા બહેનોને આર્થિક રીતે સદ્ધર અને મદદરૂપ થવા માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના પહેલેથી જ કાર્યરત છે. આ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ બહેનોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના ડિજિટલ માધ્યમથી સીધી તેમના બેંક ખાતામાં માસિક સહાયની રકમ સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આ વર્ષના બજેટમાં રેકોર્ડ ૨૮૪૮ કરોડ રૂપિયાની વિશાળ જાેગવાઈ સૂચવવામાં આવી છે.
મહિલાઓના શૈક્ષણિક અને આર્થિક વિકાસની સાથે સાથે તેમની સુરક્ષાને પણ રાજ્ય સરકારે પ્રાથમિકતા આપી છે. મુશ્કેલીના સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે ૧૦૯૧ મહિલા હેલ્પલાઇન, વિવિધ શહેરોમાં કાર્યરત સ્પેશિયલ મહિલા પોલીસ સ્ટેશનો અને અત્યાધુનિક CCTV નેટવર્ક પ્રોજેક્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં નારી સુરક્ષાની વ્યવસ્થાને વધુ કડક અને અભેદ્ય બનાવવામાં આવી રહી છે.




