
નાણામંત્રી કનુ દેસાઈએ બજેટમાં ખેડૂતો માટે કરી અનેક જાહેરાતો.કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર, હાર્વેસ્ટર સહિતના સાધનો માટે રૂ.૧૫૬૫ કરોડની જાેગવાઈ કરાઈ.ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રીએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાએ કહ્યું કે, ખેતી અને ખેડૂત કલ્યાણને પ્રાથમિકતા આપતા બજેટમાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. કૃષિ યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવા ટ્રેક્ટર, હાર્વેસ્ટર સહિતના સાધનો માટે રૂ.૧૫૬૫ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
કુદરતી આફતો સમયે ખેડૂતોને રાહત મળે તે માટે કૃષિ રાહત પેકેજ હેઠળ રૂ.૧૧,૦૦૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ટેકાના ભાવે ખરીદી અંતર્ગત ૯.૫૦ લાખ ખેડૂતો પાસેથી અંદાજે રૂ.૧૮,૦૦૦ કરોડની કૃષિ ઉપજ ખરીદવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માર્કેટિંગ અને પ્રમાણપત્ર સહાય માટે રૂ.૩૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત વિવિધ પાકોને ધ્યાનમાં રાખીને ૬ નવા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ સ્થાપવાના પણ એલાન કરવામાં આવ્યા છે.
ખેડૂતોને ખેતીક્ષેત્રે થતો ખર્ચ ઘટાડવા તેમજ પાક ઉત્પાદન અને આવક વધારવા યાંત્રિકીકરણનું મહત્વ છે. ટ્રેકટર, પાવરટીલર, સીડડ્રીલ, હાર્વેસ્ટર જેવા યંત્રો દ્વારા ખેતીકામમાં ઝડપ અને ચોકસાઇ આવે છે. નાના-સીમાંત સહિતના ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂ.૧૫૬૫ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે.
વધુમાં વધુ ખેડૂતો પાકૃતિક ખેતી અપનાવે તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. જેનો વ્યાપ વધારી પ્રોત્સાહન આપવા સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવા, બજાર સુવિધા ઉપલબ્ધ કરાવવા, માર્કેટિંગ અને બ્રાન્ડ પ્રમોશન તથા હેન્ડ હોલ્ડિંગ અને સર્ટીફિકેશન સહાય માટે રૂ.૩૯ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે.
રાજ્યમાં ડાંગર, કઠોળ, તેલીબિયાં, ફાર્મ મિકેનાઇઝેશન, વેલ્યુ એડીશન અને એગ્રો પ્રોસેસિંગ માટે ૬ સેન્ટર ઓફ એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવાનું આયોજન છે. જેના માટે રૂ.૧૨ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બજેટમાં રૂ. ૪૨૭૨ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
સામાજિક નિગમો માટે બજેટમાં રૂ. ૮૯૬ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
રાજ્યમાં નવી આંગણવાડી માટે રૂ. ૩૬૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
આરોગ્યમાં પ્રધાનમંત્રી આરોગ્ય અને માં અમૃતમ યોજના માટે રૂ. ૩૪૭૨ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં નમો લાઇબ્રેરી સ્થપાશે.
રૂ. ૧૦૦ કરોડના ખર્ચે નામો લાઇબ્રેરી બનાવાશે.
કૌશલ્ય અને રોજગાર મિશન માટે રૂ. ૨૨૬ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
મત્સ્યોધ્યોગ માટે રૂ. ૧૩૪૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
કિસાન ક્રેડિટ કાર્ડમાં વ્યાજ સહાય આપવા બજેટમાં રૂ. ૧૫૩૯ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
ITI કરતી મહિલાઓ માટે નવી યોજના નમો કૌશલ્ય લક્ષ્મી યોજના માટે રૂ. ૪૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
રાજ્યના મહત્વના સ્થળોને જાેડતા અને દ્વારકા સોમનાથ એક્સપ્રેસ હાઈવે માટે રૂ. ૩૦૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
રાજ્યના શહેરી વિસ્તારોમાં વીજવાયરો અંડર ગ્રાઉન્ડ કરવા રૂ. ૫૦૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા રૂ. ૧૨૭૮ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
રાજ્યમાં ૫ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસર બનશે સેટેલાઇટ ટાઉન.
અંબાજીના વિકાસ માટે અંબાજી કોરિડોર માટે રૂ. ૩૦૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૬ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની બજેટમાં સોમનાથ અને શિવરાજપુરના વિકાસ માટે રૂ. ૬૦ કરોડની જાેગવાઈ કરવામાં આવી છે.



