
પ્રિયંકાએ બ્લફના પ્રમોશનમાં બોલિવૂડ છોડવા અંગે વાત કરી.મારે ક્યારેય ‘બોલિવૂડ’ છોડવું નહોતું, હિન્દી ફિલ્મોની મર્યાદાથી બહાર ‘ધકેલાઈ’.હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષાે સુધી કામ કર્યા પછી પ્રિયંકા ચોપરા વિદેશ ગઈ અને હોલિવૂડ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું.પ્રિયંકા ચોપરા હવે ખુલીને કહી રહી છે કે તે ક્યારેય ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા માગતી નહોતી, પરંતુ વધુ ‘ઉત્સાહજનક’ કામની શોધમાં તેને બહાર જવું પડ્યું. પ્રિયંકા ચોપરાએ બોલિવૂડથી હોલિવૂડ સુધીની સફર વિશે ઘણી વખત વાત કરી છે. હવે તેણે ખુલાસો કર્યાે છે કે કેવી રીતે એ વખતે બોલિવૂડમાં મળતી મર્યાદીત તકોને કારણે તે સમયે જે ‘ઉત્સાહજનક’ લાગ્યું તે પસંદ કર્યું. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષાે સુધી કામ કર્યા પછી પ્રિયંકા ચોપરા વિદેશ ગઈ અને હોલિવૂડ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. હવે તેની ફિલ્મ બ્લફ આવી રહી છે, ત્યારે તેનાં પ્રમોશન સંદર્ભે આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તે ઇચ્છતી હતી કે બોલીવૂડમાં તેને મળતી મર્યાદિત તકોમાંથી બહાર આવીને વધુ સર્જનાત્મક વિકલ્પો મેળવે.તેણે કહ્યું, “મને લાગતું નથી કે હું ક્યારેય બોલિવૂડ છોડવા ઇચ્છ્તી હતી.
હિન્દી ફિલ્મોમાં કામ કરતી વખતે ઘણા કારણોસર હું બંધાયેલી હોય એવું લાગતું હતું. મને કેટલીક બાબતોમાં ધકેલવામાં આવી રહી હતીપ એક કલાકાર તરીકે મને જે ઉત્સાહજનક લાગતી એવી તકો હું શોધી રહી હતી અને અંતે હું અમેરિકામાં કામ કરવા પહોંચી ગઈ.”પ્રિયંકા માટે પરિવર્તન સરળ નહોતું. હાલમાં પ્રિયંકા ભારત અને લોસ એન્જેલેસ વચ્ચે બેલેન્સ જાળવી રહી છે. એક તરફ તે એસ.એસ. રાજમૌલીના પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છે અને બીજી તરફ પોતાની હોલિવૂડ ફિલ્મ ધ બ્લફનું પ્રમોશન કરી રહી છે.તેણે ઉમેર્યું, “હું ફરીથી ભારતમાં ‘વારાણસી’માં કામ કરવા અંગે ખુબ ઉત્સાહિત છું. હું નથી ઇચ્છતી કે બંનેમાંથી કોઈ એક પસંદ કરવું પડે. હું બંને દુનિયામાં કામ કરું છું અને બંને ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની મજા માણું છું. સંસ્કૃતિઓની જેમ જ બંનેમાં કામ કરવાનો માહોલ પણ ઘણી રીતે અલગ છે.”પ્રિયંકાએ લગભગ એક દાયકા પહેલાં હોલિવૂડમાં જઇને ‘ક્વોન્ટિકો’ જેવી ફિલ્મ સાથે ત્યાં નવેસરથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે આજે પણ ભારત અને અમેરિકા બંને ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. નિક જાેનાસ સાથે લગ્ન કર્યા પછી એમની કરી માલતી મેરી પણ છે અને હાલમાં તે કેલિફોર્નિયામાં પરિવાર સાથે રહે છે.




