
શરાજે આલ્ફાની ૨૧૫ કરોડની ઓટીટી ડીલ રીજેક્ટ કરી આલિયા – શર્વરીની ફિલ્મ આલ્ફાની થિએટર રિલીઝ નિશ્ચત
નેટફ્લિક્સની આલ્ફા સીધી તેમના પ્લેટફર્મ પર રિલીઝ કરવાની લગભગ ૨૧૫ કરોડની ઓફર યશરાજે નકારી કાઢી છે આદિત્ય ધરની ધુરંધરની ધમાકેદાર સફળતા અને રિતિક રોશનની ‘વૉર ૨’ની નિષ્ફળતાને કારણે એવી ચર્ચા હતી કે આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની યશરાજની સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘આલ્ફા’ હવે સીધી ઓટીટી પર જ રિલીઝ થઈ શકે છે. ફિલ્મમાં બૉબી દેઓલ અને અનિલ કપૂર પણ છે. નિષ્ણાતો માનતા હતા કે એક પછી એક સ્પાય ફિલ્મ રિલીઝ થાય તો તે નિષ્ફળ જઈ શકે છે અને તેનો આઇડિયા પણ જુનો લાગે છે. પરંતુ હવે યશરાજ ફિલ્મ્સે સ્પષ્ટ કરી દીધું છે કે ફિલ્મ સીધી થિએટરમાં જ રિલીઝ કરાશે. મેકર્સ દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે, “આલ્ફા ઓટીટી પર રિલીઝ થશે એ વાત અફવા છે, જેનો હેતુ હિરોઇનને લીડ રોલમાં લઇને બનતી ફિલ્મને ખરાબ ચીતરવા માગે છે. યશરાજ ફિલ્મ્સ પોતાની થિએટ્રીકલ સ્લેટમાંથી કોઈ ફિલ્મને ક્યારેય સીધી સ્ટ્રીમિંગમાં મુકતું નથી. અમે એક એવું પ્રોડક્શન હાઉસ છીએ, જે દર્શકોને સિનેમેટિક અનુભવ આપવામાં ગૌરવ અનુભવે છે.
કંપની માટે આલ્ફા એક મહત્વની ફિલ્મ છે.”આ નિવેદનમાં આગળ કહેવાયું, “કશુંક ઘણું ખાસ દર્શકોને આપાવાના અમારા પ્રયત્નરૂપે આલ્ફા બનાવવામાં આવી છે. જેમાં આપણા દેશની સૌથી પ્રતિભાશાળી એક્ટ્રેસમાંથી એક આલિયા ભટ્ટ લીડ રોલમાં છે, જેની સાથે વધુ એક પ્રતિભાશાળી એક્ટર, શર્વરી છે. અમને આશા છે કે અમે આલ્ફામાં એક સારી ફિલ્મ બનાવી છે અને અન્ય એક્શન ફિલ્મોને દર્શકોએ જે પ્રકારનો પ્રેમ આપ્યો છે, તે પ્રેમ આ ફિલ્મને પણ મળશે અને દરેકને પૂરતું મનોરંજન આપશે.”એવા પણ અહેવાલો છે કે, નેટફ્લિક્સની આલ્ફા સીધી તેમના પ્લેટફર્મ પર રિલીઝ કરવાની લગભગ ૨૧૫ કરોડની ઓફર યશરાજે નકારી કાઢી છે. આ અંગે ચર્ચા હતી, તેને ફગાવવા માટે યશરાજે ખાસ નિવેદન જાહેર કર્યું છે અને સ્પષ્ટતા કરી છે કે ફિલ્મનું થિએટ્રીકલ પ્રીમિયર જ થશે, સીધી ડિજીટલ ડેબ્યુ નહીં કરે.




