
સુકેશની કહાની હવે OTT પર જેકલીન સાથેના સંબંધોથી છેતરપિંડી સુધી, સુકેશની કહાની નેટફ્લિક્સ પર કરોડોના કૌભાંડ અને તિહાર જેલના કથિત નેટવર્ક પર બનેલી ડોક્યુમેન્ટરી ૧૮ ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે
OTT પ્લેટફોર્મ Netflix પર ફરી એક નવી ક્રાઇમ ડોક્યુમેન્ટ્રી જાેવા મળવાની છે. કરોડો રૂપિયાના કથિત છેતરપિંડી કેસને કારણે ચર્ચામાં આવેલા સુકેશ ચંદ્રશેખરના જીવન અને તેના ગુનાહિત નેટવર્ક પર આધારિત ટ્રુ-ક્રાઇમ ડોક્યુમેન્ટરીની જાહેરાત કરવામાં આવી છે. ‘લવ, સ્કેમ્સ એન્ડ ધોખા: ધ સુકેશ ચંદ્રશેખર સ્ટોરી’ નામની આ ડોક્યુમેન્ટરીમાં તેની છેતરપિંડીની પદ્ધતિઓ, પ્રભાવશાળી લોકો સાથેના સંબંધો અને તિહાર જેલમાંથી ચલાવવામાં આવેલી કથિત પ્રવૃત્તિઓની તપાસ કરવામાં આવશે. આ ડોક્યુમેન્ટરી ૧૮ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ Netflix પર સ્ટ્રીમ થવાની છે. સુકેશની વિવાદાસ્પદ જિંદગી અને તેની સાથે જાેડાયેલા અનેક હાઇ-પ્રોફાઇલ કેસને કારણે આ પ્રોજેક્ટ પહેલેથી જ ચર્ચામાં આવ્યો છે.આ ડોક્યુમેન્ટરીમાં સુકેશ ચંદ્રશેખરના શરૂઆતના જીવનથી લઈને તેની સામે નોંધાયેલા અનેક હાઇ-પ્રોફાઇલ છેતરપિંડીના આરોપો સુધીની સફર બતાવવામાં આવશે. ડોક્યુમેન્ટરીમાં એ પણ બતાવવામાં આવશે કે કેવી રીતે સુકેશે રાજકારણીઓ અને બોલિવૂડની જાણીતી હસ્તીઓ સહિત અનેક પ્રભાવશાળી લોકો સાથે સંબંધો સ્થાપિત કર્યા હતા. તેની ઓળખ, દાવાઓ અને લોકોનો વિશ્વાસ જીતવાની પદ્ધતિઓને પણ આ પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવશે.આ ડોક્યુમેન્ટરીનો સૌથી રસપ્રદ ભાગ સુકેશ ચંદ્રશેખરની જેલમાં રહીને કરવામાં આવેલી કથિત પ્રવૃત્તિઓ સાથે જાેડાયેલો છે. સુકેશ તિહાર જેલમાં કેદ હોવા છતાં તે પોતાની છેતરપિંડીની પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં સફળ રહ્યો હોવાનો આરોપ છે. આ ઉપરાંત, આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને શક્ય બનાવતી સિસ્ટમની ખામીઓ અને વ્યવસ્થામાં રહેલી નબળાઈઓની પણ તપાસ કરવામાં આવશે.મેકર્સના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટને તૈયાર કરવા માટે બે વર્ષથી વધુ સમય સુધી રીસર્ચ કરવામાં આવ્યું છે. ડોક્યુમેન્ટરીનો ઉદ્દેશ્ય માત્ર સુકેશ સાથે જાેડાયેલી બાબતોને ફરી રજૂ કરવાનો નથી, પરંતુ સમગ્ર કેસની અંદર રહેલી ઘટનાઓ અને છેતરપિંડીના નેટવર્કને ઊંડાણપૂર્વક સમજવાનો છે. આ ફિલ્મમાં સુકેશ સામેના આરોપો ઉપરાંત તે કેવી રીતે લોકોને પોતાના પર વિશ્વાસ કરવા માટે પ્રેરિત કરતો હતો તેની પણ તપાસ કરવામાં આવશે.સુકેશ ચંદ્રશેખરની કહાની પર આધારિત ‘લવ, સ્કેમ્સ એન્ડ ધોખા: ધ સુકેશ ચંદ્રશેખર સ્ટોરી’ ૧૮ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ Netflix પર રિલીઝ થવાની જાહેરાત કરવામાં આવી છે. કરોડો રૂપિયાના કથિત કૌભાંડ, બોલિવૂડ સાથેના જાેડાણો અને તિહાર જેલ સાથે સંકળાયેલા વિવાદોને કારણે આ ડોક્યુમેન્ટરી ટ્રુ-ક્રાઇમમાં રસ ધરાવતા દર્શકો માટે ખાસ બની શકે છે.




