
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કરી જાહેરાત ગુજરાતીઓના અતિ પ્રિય એવા માઉન્ટ આબુનું બદલાઈ ગયું નામ મુખ્યમંત્રી ભજનલાલે ગૃહમાં કરેલી જાહેરાત મુજબ જાણીતા હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલીને આબૂ રાજ કર્યું છે.
જાે તમે પણ માઉન્ટ આબુ ફરવા જવાનું વિચારતા હોવ તો તમારા માટે એક મોટા સમાચાર આવ્યા છે. રાજસ્થાન સરકારે રાજ્યના ૩ શહેરોના નામ બદલવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભજનલાલે ગૃહમાં આ જાહેરાત કરી છે. અત્રે જણાવવાનું કે હાલ દેશમાં રાજ્ય, શહેરોના નામ બદલવાની જાણે હોડ જામી છે. યુપીમાં ફૈજાબાદનું નામ બદલીને અયોધ્યા થયું, અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ થયું. હાલમાં જ કેરળનું નામ બદલીને કેરળમ થયું છે. જાણો ક્યા કયા શહેરના નામ બદલવાની જાહેરાત કરવામાં આવી.
મુખ્યમંત્રી ભજનલાલે ગૃહમાં કરેલી જાહેરાત મુજબ જાણીતા હિલ સ્ટેશન માઉન્ટ આબુનું નામ બદલીને આબૂ રાજ કર્યું છે. આ ઉપરાંત જહાજપુરનું નામ બદલીને યજ્ઞપુર કર્યું છે અને અન્ય એક શહેર કામાંનું નામ બદલીને કામવન કરવામાં આવ્યું છે.
સરકારનું કહેવું છે કે રાજસ્થાનના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને પ્રોત્સાહન આપવા માટે નામ બદલવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભજનલાલે આ નામ બદલવા વિશે કહ્યું કે આ ર્નિણય સ્થાનિક જનભાવનાઓ અને ઐતિહાસિક તથ્યોને ધ્યાનમાં રાખીને લેવાયો છે. જેના દ્વારા વિસ્તારોની પ્રાચીન ઓળખને જીવિત કરવાનો પ્રયત્ન કરાયો છે. અત્રે જણાવવાનું કે માઉન્ટ આબુને એક પવિત્ર સ્થળ તરીકે ઓળખ અપાવવા માટે આબૂ રાજ કે અબૂરાજ તીર્થ નામનો પ્રસ્તાવ સ્થાનિકો દ્વારા મળ્યો હતો.
અત્રે જણાવવાનું કે રાજસ્થાનના જ ૩ જગ્યાઓના નામ બદલાયા છે એવું નથી. હાલમાં જ દક્ષિણ ભારતીય રાજ્ય કેરળનું પણ નામ બદલાયું. કેન્દ્રીય મંત્રીમંડળે કેરળનું નામ બદલીને કેરળમ કરવાના રાજ્ય સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. નામ વિશે વાત કરીએ તો મલયાલમમાં કેરાનો અર્થ એટલે નારિયેળનું ઝાડ એમ થાય અને અલમ એટલે ભૂમિ. આમ કેરળમ એટલે નારિયેળના વૃક્ષોની જમીન એમ થાય. આ નામથી રાજ્યની ઓળખ ફલિત થાય એવું લાગે છે.
આ સિવાય ભાજપ શાસિત રાજ્યોમાં સતત નામ બદલવાની પ્રક્રિયા ચાલુ જ છે. આ સિવાય દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ અનેક જગ્યાઓના નામ બદલાયા છે. દિલ્હીમાં મેટ્રો સ્ટેશનોના નામ બદલ્યા.
માઉન્ટ આબુ એ ગુજરાતીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન છે. હવે નામ બદલાવવાથી પ્રવાસન ઉપર પણ અસર પડી શકે છે. માઉન્ટ આબુ એ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું હોવાથી ગુજરાતીઓને ખુબ પ્રિય છે.
ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદથી અંતરની વાત કરીએ તો માઉન્ટ આબુ ૨૨૫ કિમીના અંતરે આવેલું છે. એટલે કે મિની વેકેશન માટે પણ માઉન્ટ આબુ બેસ્ટ છે. હવે જાે તમારે માઉન્ટ આબુ જવું હોય તો માઉન્ટ આબુ નહીં બોલવાનું પણ આબૂ રાજ બોલવાની આદત પાડવી પડશે.




