
પ્રાચીન પરંપરા મુજબ દુલ્હો ૨૫ બળદ ગાડાઓમાં ૦૩ કિલોમીટર જેટલી મંજીલ કાપી પરણવા નીકળ્યો.
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજના આધુનિક યુગમાં પરણવા જનારા પોત પોતાની હેસિયત મુજબ જાન લઈને જતાં હોય છે. જેમાં સ્પેશિયલ હેલિકોપ્ટર થી લઈને પ્લેનમાં પણ જાન ગઈ હોવાના સમાચારો અખબારોમાં ચમકી ચૂકયા છે. ત્યારે આજે આ મોર્ડન યુગમાં પણ પ્રાચીન પરંપરા જેવી જૂની યાદોને તાજી કરનારા વિરલાઓ પડયા છે. અને આવો જ વિરલો છે ઉત્તરપ્રદેશના હમીરપુર જિલ્લાના ગુડા ગામનો. જેનું નામ છે મોહિત ધ્વિવેદી આ ગુડા ગામનો રહેવાસી તેના લગ્નમાં બળદ ગાડામાં જાન લઈ જવાની જૂની પરંપરાને અનુસરીને તેણે જ્યાં તેના લગ્ન થવાના હતા એ જલાલપુર ગામની મોહિની પાઠક સાથે થવાના હતા.
એટલે આ દુલ્હાએ અને કન્યાએ આધુનિકીકરણ ને કારણે ૫૦ વર્ષથી બંધ થઈ ગયેલી પરંપરાને ફરીથી જીવંત કરવાનું નક્કી કર્યું હતું. ગામડાના લોકો એ પણ તેને સહયોગ આપ્યો હતો. મોહિતે આસપાસના ગામડાઓમાથી પચ્ચીસ બળદગાડા મેળવ્યા અને સાદગીથી સજાવ્યા તથા એમાં બેસીને જાનૈયાઓને લઈ ને દુલ્હનને પરણવા પહોંચ્યો હતો. પચ્ચીસ બળદગાડાની જાન લગભગ ૩ કિલોમીટર લાંબી હતી. ત્રણ દિવસ સુધી ગામમાં સાદગીભર્યો લગ્નોત્સવ ચાલ્યો અને પછી એ જ બળદગાડાઓમાં બેસી ને દુલ્હનની વિદાઇ થઈ હતી. લગ્ન મંડપમાં DJ ને બદલે પરંપરાગત વાઘો અને મહિલાઓ ધ્વારા ગવાયેલા બુંદેલખંડી ગીતોની મજા માણી જાન પાછી ફરી હતી.




