
પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટી નવાજૂની ચૂંટણી પહેલા જ રાજ્યપાલ સીવી આનંદ બોસે રાજીનામું આપ્યું સીવી આનંદ બોસે ૧૭ નવેમ્બર ૨૦૨૨ના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો
પશ્ચિમ બંગાળમાં ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જાેકે ચૂંટણી યોજાય તે પહેલા જ અહીંના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે.
અહીંના રાજ્યપાલ સીવી આનંદ બોસે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના આ ર્નિણયને લઈને પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો જાેવા મળી રહ્યો છે. કારણ કે બરાબર ચૂંટણી પહેલા જ રાજ્યપાલ દ્વારા પોતાનું પદ છોડી દેવામાં આવ્યું, જેથી આ ઘટનાક્રમને મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.
સીવી આનંદ બોસે ૧૭ નવેમ્બર ૨૦૨૨ના રોજ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે ૫ માર્ચે સાંજે ૫ વાગ્યાની આસપાસ રાજીનામું આપ્યું હોવાની માહિતી સામે આવી છે. હાલ તેઓ દિલ્હીમાં છે અને તેમણે રાજીનામું કેમ આપ્યું છે તેને લઈને હજુ કોઈ સત્તાવાર કારણ સામે નથી આવી શક્યું.




