
ન્યુઝીલેન્ડને આ ભૂલ પડી ગઈ ભારે ! ભારતને પ્રથમ બેટિંગ આપવી ન્યુઝીલેન્ડ માટે ડેથ વોરંટ સાબિત થયું સંજુ સેમસન, અભિષેક શર્મા અને ઇશાન કિશન તેમજ બોલરોએ ભારતની ટાઇટલ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા
ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં સૌથી વધુ સ્કોર કરીને ઇતિહાસ રચ્યો અને ઘરઆંગણે ટ્રોફી જીતી. ક્રિકેટમાં એવું કહેવાય છે કે ક્યારેક તમે મેદાન પર નહીં, પણ ટોસ સમયે જ મેચ હારી જાઓ છો. T20 વર્લ્ડ કપ ૨૦૨૬ની ફાઇનલમાં ભારત સામે ન્યુઝીલેન્ડના કેપ્ટન સાથે આવું જ બન્યું હતું.
ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લેતા જ અનુભવી ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સપાટ પીચ પર ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપવું એ ન્યુઝીલેન્ડ માટે ડેથ વોરંટ સાબિત થયું. અમદાવાદની પીચ હાઇવે જેવી સપાટ હતી. લાલ માટી અને ઝડપી આઉટફિલ્ડનો અર્થ એ હતો કે જાે બેટ્સમેનો ટકી રહે તો રનનો વરસાદ થવાનો હતો. ન્યુઝીલેન્ડે વિચાર્યું કે તેઓ મેટ હેનરી અને જેકબ ડફી સાથે ભારતને શરૂઆતમાં ઝટકો આપા શકશે, પરંતુ આ તેમની સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ હતી.
ફાઇનલ જેવા મોટા સ્ટેજ પર પહેલા બેટિંગ કરવી અને મોટો સ્કોર બનાવવો હંમેશા ફાયદાકારક રહે છે. ન્યુઝીલેન્ડે ભારતને આ તક આપી. જ્યારે સંજુ સેમસન અને અભિષેક શર્માએ પ્રથમ ૬ ઓવરમાં ૯૨ રન આપ્યા, ત્યારે કિવી કેપ્ટનના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું કે ટોસ જીત્યા પછી પ્રથમ બોલિંગ કરવાનો તેમનો ર્નિણય તેમની ટીમ માટે ખોટો સાબિત થયો હતો. ટોસ જીત્યા પછી મિશેલ સેન્ટનરનો પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય તેમની સૌથી મોટી ભૂલ હતી. ઇતિહાસ સાક્ષી રહેશે કે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડની હાર કોઈ બોલરના કારણે નહીં, પરંતુ તેમના કેપ્ટનના એક ખોટા ર્નિણયના કારણે થઈ હતી. ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પિચ ઓળખી ના શક્યો અને ટીમ સિલેક્શનમાં પણ ભૂલ કરી. તેણે ઓફ-સ્પિનર કોલ મેકકોન્ચીને સિલેક્ટ ના કર્યો, જેણે સેમિફાઇનલમાં ક્વિન્ટન ડી કોક અને રાયન રિકેલ્ટનને આઉટ કર્યા હતા.




