
તંત્રએ સુરક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો સચિવાલયમાં DyCM સ્ની ઓફિસમાં જવા અરજદારનું સંપૂર્ણ બોડી ચેકઅપ થશે એક વ્યક્તિ સચિવાલય ખાતેના સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સુરક્ષામાં રહેલી ખામી સામે આવતા હવે તંત્ર જાગ્યું છે ગાંધીનગરમાં તાજેતરમાં સચિવાલય ખાતેના સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે મંત્રીની ઓફિસમાં રજૂઆત કરવા માટે આવેલા એક અરજદારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અરજદારે અચાનક ગળા પર બ્લેડ મારી દેતા હાહાકાર મચી જવા પામ્યો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સુરક્ષામાં રહેલી ખામી સામે આવતા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નાયબ મુખ્યમંત્રીની ઓફિસ બહાર સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં એક વ્યક્તિ સચિવાલય ખાતેના સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે આપઘાત કરવાનો પ્રયાસ કરે છે ત્યારે સુરક્ષામાં રહેલી ખામી સામે આવતા હવે તંત્ર જાગ્યું છે અને સુરક્ષા વ્યવસ્થામાં બદલાવ કર્યો છે. હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસ બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે સ્કેનિંગ વિના કોઈ પણ વ્યક્તિ નાયબ મુખ્યમંત્રીની ઓફિસ સુધી નહીં જઈ શકે.
અરજદારનું સંપૂર્ણ બોડી ચેકઅપ થશે. મેટલ ડિટેક્ટર મશીન ગોઠવી દેવામાં આવ્યું છે. નાચબ મુખ્યમંત્રીની ઓફિસ બહાર મુખ્યમંત્રી જેવી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.




